WGTT 2026: વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે સલામત મૂડી રોકાણ, સોનું, ચાંદી અને બજારના પ્રવાહો પર નિષ્ણાતે કર્યો સંવાદ

WGTT 2026: વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે સલામત મૂડી રોકાણ, સોનું, ચાંદી અને બજારના પ્રવાહો પર નિષ્ણાતે કર્યો સંવાદ

| Edited By: | Updated on: Mar 04, 2026 | 12:54 PM

TV9 ગુજરાતી પર WGTT 2026 માં ગૌતમ ત્રિવેદી અને અજય કેડિયાએ વૈશ્વિક બજારમાં ઇક્વિટી અને કોમોડિટી રોકાણ અંગે ચર્ચા કરી. તેમણે સોના-ચાંદીના વધતા મહત્વ, કોમોડિટી સુપર સાયકલ, ડોમેસ્ટિક ફ્લોથી ટકી રહેલા ભારતીય શેરબજાર અને પોર્ટફોલિયોમાં કોમોડિટીઝના 18-20% એલોકેશનની ભલામણ કરી.

TV9 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ WGTT 2026 માં નેપિયન કેપિટલના કો-ફાઉન્ડર ગૌતમ ત્રિવેદી અને કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે સલામત મૂડી રોકાણના ફંડા અને પોર્ટફોલિયો મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી.

ચર્ચા દરમિયાન, યુએસ ટેરિફ, ભૂ-રાજકીય તણાવ અને ફુગાવાની અસરથી સોનાના ભાવમાં થતી ત્વરિત હલચલ પર પ્રકાશ પાડવામાં આવ્યો. નિષ્ણાતોએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં બજારમાં થયેલા ફેરફારો અભૂતપૂર્વ છે. ભારતીય બજારમાં ઘરેલું ફંડ ફ્લો અને રિટેલ રોકાણકારોની વધતી ભાગીદારી, ખાસ કરીને SIP દ્વારા, નોંધપાત્ર છે. પ્રત્યેક મહિને ₹25000 થી ₹30000 કરોડનું SIP રોકાણ ભારતીય ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું છે.

મેટલ્સનું રોકાણ બન્યું મહત્વનું

કોમોડિટીઝમાં સોના ઉપરાંત ચાંદી અને કોપર જેવા મેટલ્સનું રોકાણ મહત્વનું બન્યું છે, કારણ કે ક્લીન એનર્જી અને ડિજિટલ યુગમાં તેની ઔદ્યોગિક માગ વધી છે. પોર્ટફોલિયોમાં 18 થી 20% કોમોડિટી એલોકેશન રાખવાની સલાહ આપવામાં આવી હતી.

કારણ કે કોમોડિટી શૂન્ય થતી નથી અને ફુગાવા સામે રક્ષણ આપે છે. ડૉલરાઇઝેશન અને વૈકલ્પિક કરન્સીના ઉદય જેવા વૈશ્વિક મેક્રો ઇકોનોમિક ટ્રેન્ડ્સ પણ ચર્ચાનો ભાગ બન્યા હતા. નિષ્ણાતોએ રોકાણકારોને પોતાનું સંશોધન કરવા અને ટિપ્સ પર આધાર ન રાખવાની અપીલ કરી હતી.

What Gujarat Thinks Today: લવ જિહાદ, લગ્ન નોંધણી અને વિકાસનો રોડમેપ : હર્ષ સંઘવીની ખુલ્લી વાત