Breaking News : ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભરાયા પાણી! 400થી વધુ વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં જ પુરાઈ રહેવા મજબૂર

| Updated on: Jul 25, 2026 | 10:53 AM

2 દિવસથી અમદાવાદમાં પડી રહેલા વરસાદના કારણે સમરસ ગર્લ્સ હોસ્ટેલના પરિસર તેમજ પ્રવેશદ્વાર પર લગભગ બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાવાના કારણે વિદ્યાર્થિનીઓને હોસ્ટેલની બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને તેઓ હોસ્ટેલમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે.

અમદાવાદમાં વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાઈ જતાં સેંકડો વિદ્યાર્થિનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે.

ગર્લ્સ હોસ્ટેલમાં ભરાયા પાણી !

મળતી માહિતી મુજબ 2 દિવસથી અમદાવાદમાં પડી રહેલા વરસાદના કારણે સમરસ ગર્લ્સ હોસ્ટેલના પરિસર તેમજ પ્રવેશદ્વાર પર લગભગ બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાવાના કારણે વિદ્યાર્થિનીઓને હોસ્ટેલની બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને તેઓ હોસ્ટેલમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે.

400થી વધુ વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં જ પુરાઈ રહેવા મજબૂર

હાલ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં 400થી વધુ વિદ્યાર્થિનીઓ રહે છે. પણ પાણી ભરાઈ જવાના કારણે તમામ વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં જ પુરાઈ રહેવાની સ્થિતિ આવી ગઈ છે. મળતી માહિતી પાણી ભરાઈ રહેતાં દૈનિક અવરજવર, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ લેવા જવા પર પણ અસર પડી રહી છે. વરસાદ બંધ થયાને બે દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પાણી ન ઓસરતાં વિદ્યાર્થીઓમાં ચિંતામાં મુકાઈ છે.

અગાઉ પણ અનેક વખત ભરાયા પાણી

નિકો અને વિદ્યાર્થિનીઓના જણાવ્યા મુજબ, સમરસ હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નવી નથી. અગાઉ પણ અનેક વખત આવી જ સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

વિદ્યાર્થિનીઓએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે કાયમી આયોજન કરવાની માંગ કરી છે. બીજી તરફ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Breaking News : ઘૂંટણસમા પાણી વચ્ચે ગર્ભવતી મહિલાનું દિલધડક રેસ્ક્યૂ! પોલીસ બન્યા દેવદૂત, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us