Breaking News : વડોદરામાં શાળા પ્રવેશોત્સવમાં ‘પતિ’રાજ,જિલ્લા પંચાયતના મહિલા સભ્યના સ્થાને તેમના પતિ હાજર રહ્યા, જુઓ Video

| Updated on: Jun 25, 2026 | 1:06 PM

ચૂંટણીમાં મહિલા સશક્તિકરણના દાવા પોકળવામાં આવ્યા હતા. ત્યારે વડોદરામાં શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા પંચાયતના મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ હાજર રહ્યા હતા.મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ સામે આવ્યું છે.

વડોદરામાં શાળા પ્રવેશોત્સવમાં મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતના મહિલા સભ્યોના જગ્યાએ તેમના પતિ હાજર રહ્યા હતા.સોખડા બેઠકના જિલ્લા પંચાયતના સભ્ય હેમાબેનની જગ્યાએ તેમના પતિ હાજર રહ્યા હતા.ચૂંટણીમાં મહિલા સશક્તિકરણ પણ બાદમાં મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ થઈ રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે.

આજે જ્યારે શહેર અને જિલ્લાના કાર્યક્રમોમાં પ્રદેશ પ્રમુખ હાજર રહેશે ત્યારે આ મુદ્દો ઉઠે તેવી શક્યતા છે. શેરખી બેઠકના હર્ષા બેનની જગ્યાએ તેના પતિ હિતેન્દ્રસિંહ પરમાર રહ્યા હાજર હતા. હવે તબિયત ખરાબ કે કોઈ અન્ય કામમાં વ્યસ્ત હોવાનું કહી હાજરી આપી ન હતી પરંતુ તેમના પતિની હાજરી રહી હતી.

શાળા પ્રવેશોત્સવમાં ‘પતિ’રાજ

રાજકોટ અને અમદાવાદમાં પણ પતિઓનું રાજ જોવા મળી ચૂક્યું છે. પહેલા ચૂંટણી સમયે મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે છે. મહિલા સશક્તિકરણ તરીકે મહિલાને ટિકિટ આપવામાં આવે છે. પરંતુ તેના કાર્ય તેમના પતિઓ કરતા હોય છે તેવી ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. જ્યારે મહિલા ચૂંટાય પરંતુ કામ પતિ કરે તો આ વિષ્ય ખુબ ચર્ચિત છે.

 

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. અહી ક્લિક કરો

Published on: Jun 25, 2026 12:57 PM
Follow Us