Breaking News : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા દુકાનદાર અને ગ્રાહકો બંને મુશ્કેલીમાં, જુઓ વીડિયો

| Edited By: | Updated on: May 01, 2026 | 1:44 PM

કોમર્શિયલ ગેસના સિલીન્ડરના ભાવ વધતા નાના વેપારીઓને હાલાકી પડી રહી છે.સ્ટ્રીટ ફુડ વેચતા ધંધાર્થીઓની હાલત કફોડી બની છે.કોમર્શિયલ અને 5 કિલોગ્રામના નાના સિલિન્ડર બંનેના ભાવ 1 મે, 2026 થી વધ્યા છે.

નાની હોટલ, ભોજનાલય અને લારી ચલાવનારની સ્થિતિ કફોડી બની છે. વડોદરામાં ગેસના બાટલા ની અછત અને ભાવ વધારા વચ્ચે નાના વેપારીઓ પીસાઈ રહ્યા છે.કોમર્શિયલ ગેસ સિલિન્ડરોના ભાવમાં વધારો થતા દુકાનદાર અને ગ્રાહકો બંનેને મુશ્કેલી પડી રહી છે.ભાવ વધતા અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ વધે તેવી શક્યતાઓ છે. પાઇપલાઇન ગેસની અરજી કરી હોવા છતાં હજુ નહીં મળતા હવે મોંઘો ગેસ સિલિન્ડર લેવા મજબૂર બન્યા છે.

વડોદરા સહિત રાજકોટમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના કમર તોડ ભાવ વધારાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ભાવ વધારાથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. ભાવ વધારાથી હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. ખાણીપીણીના ધંધાર્થીઓ મહામંદીમાં સપડાશે, આ ભાવ વધારો વેપારીઓ માટે માથાના દુખાવા સમાન છે. ભાવ વધારાથી ખાણીપીણીના વેપારીઓ આર્થિક નુકસાની વેઠવી પડશે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી મોંઘવારી બેકાબૂ બનશે.

તમને જણાવી દઈએ કે,કોમર્શિયલ અને 5 કિલોગ્રામના નાના સિલિન્ડર બંનેના ભાવ 1 મે, 2026 થી વધ્યા છે. 5 કિલોગ્રામના ફ્રી ટ્રેડ LPG (FTL) સિલિન્ડરના ભાવમાં પણ આજથી પ્રતિ સિલિન્ડર 261નો વધારો કરવામાં આવ્યો છે.

ઈરાન-અમેરિકા તણાવની અસર

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે, હોર્મુઝ સ્ટ્રેટ, જેમાંથી ભારત મોટા પાયે ગેસ અને તેલ આયાત કરતું હતું, સ્ટ્રેટ બંધ થવાથી ગેસ અને તેલનો પુરવઠો ઓછો થયો છે, જેના કારણે ભારતને અન્ય સ્ત્રોતોમાંથી તેની આયાત વધારવાની ફરજ પડી છે. આના કારણે ખર્ચમાં વધારો થયો છે અને પુરવઠા પર દબાણ આવ્યું છે. આના કારણે ગેસના ભાવમાં વધારો થયો છે.

 

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.