Breaking News: વડોદરામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! નામી બ્રાન્ડ્સના ખોરાકમાં ભેળસેળ બહાર આવી, Watch Video

Vadodara માં ખોરાક સુરક્ષાને લઈને ફૂડ વિભાગે સઘન કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 8 ખોરાક એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગુણવત્તાની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન કેટલાક જાણીતા સ્થળોએ વેચાતો ખોરાક શંકાસ્પદ હોવાનો ખુલાસો થયો છે.

| Edited By: | Updated on: May 06, 2026 | 3:00 PM

Vadodara માં ખોરાક સુરક્ષાને લઈને ફૂડ વિભાગે સઘન કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 8 ખોરાક એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગુણવત્તાની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન કેટલાક જાણીતા સ્થળોએ વેચાતો ખોરાક શંકાસ્પદ હોવાનો ખુલાસો થયો છે.

વિભાગે ખાસ કરીને મીઠાઈ અને ઠંડાઈ ઉત્પાદનોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં ગોકુલનો કેસર રસ અને જનતા બ્રાન્ડનો આઈસ્ક્રીમ પણ શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું છે. કુલ 8 જેટલા નમૂનાઓ અખાદ્ય હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે, જેને કારણે ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ છે.

કડક પગલાં લેવામાં આવી રહ્યા છે

ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી નિયમિત ચકાસણીના ભાગરૂપે કરવામાં આવી હતી, પરંતુ મળેલા પરિણામો ગંભીર છે. ભેળસેળિયા વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલાથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં ખોરાકની ગુણવત્તા અંગે હજુ વધુ સખત દેખરેખની જરૂર છે. વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ ખોરાક ખરીદતી વખતે સાવચેત રહે અને શંકાસ્પદ વસ્તુઓ અંગે તરત જ જાણ કરે.

Breaking News : ક્રિકેટ ચાહકો લઈ લેજો ટિકિટ, IPL 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે

Published On - 2:50 pm, Wed, 6 May 26

Follow Us