Breaking News : વડોદરા શહેરમાં એકસાથે થંભી ગયા 160 સિટી બસોનાં પૈડાં, જુઓ Video

| Edited By: | Updated on: Jul 01, 2026 | 1:30 PM

વડોદરા સિટી બસ સેવાની 160 બસો આજથી બંધ છે. કોન્ટ્રાક્ટ રિન્યુ ન થતાં શહેરીજનો પરેશાન થયા છે.માત્ર 30 ઇલેક્ટ્રીક બસોનાં સહારે વડોદરાવાસીઓ છે.બહાર થી આવેલા લોકોએ ટેક્સી બુક કરતા જે ભાડું 40 રૂપિયા તેની 400 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.

વડોદરા શહેરમાં એકસાથે 160 સિટી બસોનાં પૈડાં થંભી ગયા છે.સિટી બસ સેવાનું સંચાલન કરતી કંપનીની અવધિ સમાપ્ત થઈ છે. વિનાયક લોજિસ્ટિકને આપેલો વર્કઓર્ડર 30 જૂને પૂરો થયો છે. પાલિકાએ એક્સટેન્શન ન આપતા આજથી 160 બસો બંધ છે. હવે વડોદરા શહેર માત્ર 30 નવી ઈ-બસોના સહારે છે. શહેરમાં બે જ દિવસથી 30 પીએમ ઈ-બસ શરૂ થઈ છે. હવે 25 લાખની વસ્તીમાં માત્ર હાલ 30 ઈ-બસ દોડશે.

બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં જોવા મળી રહી છે. શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ, ઓફિસ જતા લોકોની વધી મુશ્કેલી છે, બીજુ બસ બંધ રહેતા મુસાફરોને મસમોટી ફી ચુકવવી પડી રહી છે.

સિટી બસના પૈડાં થંભી ગયા

પાલિકાએ કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરતાં સિટી બસના પૈડાં થંભી ગયા છે. બીજી તરફ લોકો રીક્ષાના વધારે ભાડા ચુકવવા મજબૂર બન્યા છે. બહાર ગામથી આવનારા લોકો ટેક્સી બુક કરાવવા મજબૂર બન્યા છે. ત્યારે તેમને 40 રૂપિયાના બદલે હાલ 400 રૂપિયા ચુકવવાનો વારો આવી રહ્યો છે.તો વિનાયક લોજિસ્ટિકના મેનેજરનું કહેવું છે કે પાલિકાએ તેમનો કોન્ટ્રાક્ટ આગળ ન વધારતા તેઓ હવે બસોનું સંચાલન કરી શકે તેમ નથી. ના છૂટકે તેમને બસો બંધ કરવી પડી છે.

મુસાફરોને ઓટોરિક્ષા અને ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે.વધારે ભાડૂ ચુકવવા માટે વડોદરાવાસીઓ તૈયાર રહો. મુસાફરોએ દરરોજના 10ના બદલે હવે 40 રૂપિયા ચૂકવવા મજબૂર થયા છે.

 

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. અહી કિલક કરો

Follow Us