Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ખેતીને નુકસાનની ભીતિ, જુઓ Video

| Updated on: Jan 23, 2026 | 9:41 AM

કચ્છના સરહદી તાલુકા લખપતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. નારાયણ સરોવર, વર્માનગર અને ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે થયેલા આ માવઠાથી ખેતીને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

ગુજરાતમાં અનેક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. હવામાનની આગાહી પ્રમાણે કેટલાક જિલ્લામાં વરસાદી વાતાવરણ છે. કચ્છના સરહદી તાલુકા લખપતમાં અચાનક કમોસમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. નારાયણ સરોવર, વર્માનગર અને ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

કમોસમી વરસાદનું કારણ ઉત્તર ભારતમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેની અસર હવે ગુજરાત સુધી વર્તાઈ રહી છે. સામાન્ય રીતે શિયાળામાં સૂકા અને ઠંડા વાતાવરણ વચ્ચે થયેલા આ વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને શિયાળુ પાકોને આ માવઠાથી મોટો ફટકો પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા અગાઉ જ આ પ્રકારના વાતાવરણની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જોકે સ્થાનિક ખેડૂતો આ માવઠાથી થનારા નુકસાનને લઇને ચિંતિત બન્યા છે. આ અણધાર્યા વરસાદને કારણે કૃષિ ઉત્પાદન પર નકારાત્મક અસર થવાની શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો