Breaking news: આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો, 20 માર્ચ સુધી કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાવાની આગાહી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 18, 2026 | 12:44 PM

રાજ્યમાં આજથી વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયકલોનીક સર્ક્યુલેશનના પ્રભાવને કારણે આગામી કેટલાક દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં આજથી વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયકલોનીક સર્ક્યુલેશનના પ્રભાવને કારણે આગામી કેટલાક દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

આજના દિવસે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ખાસ અસર જોવા મળી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે પવનની ગતિ પણ તેજ રહેવાની શક્યતા છે.

વરસાદ થવાની શક્યતા

19 માર્ચના રોજ હવામાનમાં વધુ પલટો જોવા મળશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓને છોડીને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

પાકની નુકસાન થવાની ભીતિ

જ્યારે 20 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છ જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને કેરી, મગ, ઘંઉ, બાજરી અને મકાઈ જેવા પાકને નુકસાન થવાની શક્યતા છે. અચાનક આવેલા આ બદલાવથી કૃષિ ક્ષેત્ર પર અસર પડી શકે છે.

હવામાન વિભાગે લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

Breaking news: ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ભારતને મોટી રાહત, UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું

Published on: Mar 18, 2026 11:34 AM
Follow Us