ગાંધીનગરના સાદરા ગામમાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, મંદિરની ધજા ચઢાવતી વખતે બની ઘટના, જુઓ Video

| Edited By: | Updated on: Jun 20, 2023 | 8:05 PM

ગાંધીનગરના સાદરા ગામમાં કરંટ લાગતા 2 ભાઇના મોત નિપજ્યાં છે. મંદિરમાં ધજા ચડાવવા જતા આ ગમખ્વાર ઘટના બની છે. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

Gandhinagar : સાદરા ગામમાં વીજ કરંટ લાગતા બે ભાઇઓના મોતની ઘટના સામે આવી છે. મંદિર ઉપર ધ્વજા ચઢાવતી વખતે વીજ કરંટ લાગ્યો. ધ્વજા ચઢાવતી વખતે બંને ભાઇઓને જોરદાર ઝટકો લાગ્યો. જોરદાર વીજ કરંટ લાગતા બંને ભાઇઓના મંદિર ઉપર જ મોત થયા. ગાંધીનગરના સાદરા ગામમાં બનેલી આ ઘટનાને લઈ આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. બંને ભાઇના મોતથી ગામમાં પણ શોકનો માહોલ વ્યાપ્યો છે.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતના કદાવર નેતા ગોવા રબારીના કેસરિયા, પુત્ર સંજય રબારી પણ ભાજપમાં સામેલ, જૂઓ Video

બે ભાઈઓ મંદિરની ઉપર ધ્વજા ચડાવવા માટે ચડ્યા હતા જે દરમ્યાન અચાનક મંદિર ઉપર થી પસાર થતાં વિજતારને ધજા અડી જતાં ઝટકો લાગ્યો હતો અને ઝટકો લાગતાંની સાથેજ મંદિરની ઉપર જ બંને ભાઈઓનુ મોત નીપજયું છે. તાત્કાલિક આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.

ગાંધીનગર સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો