Breaking News : સાબરકાંઠાના વડાલી નજીક જીપ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 લોકોના મોત, જુઓ Video

Breaking News : સાબરકાંઠાના વડાલી નજીક જીપ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 લોકોના મોત, જુઓ Video

| Edited By: | Updated on: Mar 07, 2025 | 8:15 AM

દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેકો પરિવારો પોતાના વ્હાલસોયા પરિવારના સભ્યોને ખોઈ બેઠતા હોય છે. ત્યારે આવો જ ભયાનક અકસ્માત સાબરકાંઠાના વડાલી નજીક સર્જાયો હતો. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.

દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેકો પરિવારો પોતાના વ્હાલસોયા પરિવારના સભ્યોને ખોઈ બેઠતા હોય છે. ત્યારે આવો જ ભયાનક અકસ્માત સાબરકાંઠાના વડાલી નજીક સર્જાયો હતો. વડાલી નજીક જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમજ અન્ય 12 મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આબૂરોડ નજીક અકસ્માતમાં થયા હતા 6 લોકોના મોત

બીજી તરફ ગઈકાલે આબૂરોડના કિવરલી પાસે ગમખ્વાર અકસ્માતમાં સર્જાયો હતો. અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. અમદાવાદથી જાલોર જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો સિરોહીમાં ટ્રેલર સાથે કાર અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. જેમાં 3 પુરુષ, 1 મહિલા અને 2 બાળકોનું મોત થયું હતુ.