Breaking News: સૂત્રાપાડામાં દીપડાનો ત્રાસ વધ્યો, બે વર્ષીય બાળકનો કર્યો શિકાર, જુઓ Video

| Edited By: | Updated on: Aug 15, 2023 | 1:07 PM

ગીર સોમનાથના સૂત્રાપાડામાં હવે આદમખોર દીપડાએ આતંક મચાવ્યો છે. ગત મોડી સાંજે મટાણા ગામે એક દીપડાએ બે વર્ષીય બાળકનો શિકાર કરતા તેનું મોત નીપજ્યું છે. રહેણાંક વિસ્તારમાં આવીને આદમખોર દીપડો બાળકને તેના પરિવારની આંખ સામે જ ઉઠાવી ગયો હતો.

Gir Somnath  : ગીર સોમનાથના સૂત્રાપાડામાં હવે આદમખોર દીપડાએ આતંક મચાવ્યો છે. ગત મોડી સાંજે મટાણા ગામે એક દીપડાએ બે વર્ષીય બાળકનો શિકાર કરતા તેનું મોત નીપજ્યું છે. રહેણાંક વિસ્તારમાં આવીને આદમખોર દીપડો બાળકને તેના પરિવારની આંખ સામે જ ઉઠાવી ગયો હતો. જે બાદ ગ્રામજનો બાળકની શોધખોળમાં લાગી ગયા હતા.

આ પણ વાંચો : Gir Somnath : સોમનાથ કપર્દી વિનાયક મંદિર ખાતે ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પાંચમો મણકો યોજાયો

કલાકોની શોધખોળ બાદ શેરડીના ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. આ જ આદમખોર દીપડાએ આજે સવારે પણ એક વૃદ્ધ મહિલા પર હુમલો કરી દીધો છે. આદમખોર દીપડો રહેણાંક વિસ્તારમાં આવીને માણસો પર હુમલો કરવા લાગ્યો છે. જેથી ગ્રામજનોએ માગ કરી કે દીપડાને જલ્દી જ પાંજરે પૂરવામાં આવે. વન વિભાગે પણ દીપડાને પકડવા વધુ કવાયત હાથ ધરી છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો