સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં આજે આગ લાગતાં ફાયર વિભાગ દોડતું થયું છે. આગની ગંભીરતાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગ પર કાબૂ મેળવવા માટે 15થી 20 ફાયર બ્રિગેડના વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં આજે આગ લાગતાં ફાયર વિભાગ દોડતું થયું છે. આગની ગંભીરતાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગ પર કાબૂ મેળવવા માટે 15થી 20 ફાયર બ્રિગેડના વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા TTL અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઊંચાઈ પર આવેલી આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વોટર બાઉઝર, ફાયર એન્જિન અને ટેન્કરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આગની ગંભીરતાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરાયો
માર્કેટમાં આગના કારણે ભારે ધુમાડો છવાઈ જતાં વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ છે. અંધારું અને ધુમાડો વધુ હોવાથી ફાયર ફાઇટર્સને આગ બુઝાવવાની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. માર્કેટના પેસેજમાં લાગેલી આગ હાલ કંટ્રોલમાં હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ પેસેજમાં માલસામાન પડેલો હોવાથી ફાયર વિભાગની કામગીરીમાં અડચણ ઊભી થઈ રહી છે.
ભારે ધુમાડાથી માર્કેટમાં વિઝિબિલિટી ખૂબ ઓછી
પ્રાથમિક માહિતી મુજબ, આગની ઝપેટમાં 4થી 5 દુકાનો આવી હોવાનું સામે આવ્યું છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગના જવાનો દ્વારા દુકાનોના શટર અને તાળા તોડીને અંદર પ્રવેશ કરી આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો-Gujarat Rain Forecast: ભાદરવો ગાજશે ! ગુજરાતમાં ફરી ચોમાસુ જામશે, 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી