Breaking News : સુરતમાં પાંચમાં દિવસે 32 હોટલ અને રેસ્ટોરન્ટોને નોટિસ ફટકારાઈ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 06, 2026 | 1:23 PM

સુરત ફૂડ સેફ્ટી વિભાગના સતત પાંચમાં દિવસે દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના 80 રેસ્ટોરન્ટ અને હોટલમાં તપાસ હાથ ધરાઈ હતી.ફૂડ સેફ્ટી વિભાગની સતત તપાસને લઈને ફૂડ એકમોમાં ફફડાટ ફેલાયો છે.

તહેવારોની સીઝન શરુ થઈ રહી છે. તે પહેલા સુરત ફુડ સેફ્ટી વિભાગ એક્શનમાં આવી છે. સુરત ફૂડ સેફ્ટી વિભાગનું સતત પાંચમાં દિવસે હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ કરવામાં આવી છે. જેમાં 44.5 કીલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે.તપાસ દરમિયાન 32 હોટલ અને રેસ્ટોરન્ટોને નોટિસ આપવામાં આવી છે. 25 હોટલ અને રેસ્ટોરન્ટોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. તે સાથે સ્થળ ઉપર જ રૂપિયા 1.09.700નો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે.

ફૂડ સેફ્ટી વિભાગના સતત પાંચમાં દિવસે દરોડા

  • 44.5 કીલો અખાદ્ય ખોરાકનો કરાયો નાશ
  • 32 હોટલ અને રેસ્ટોરન્ટોને ફટકારાઈ નોટિસ
  • 25 હોટલ અને રેસ્ટોરન્ટોમાંથી ખાદ્યચીજોના સેમ્પલ લેવાયા
  • રૂ. 1 લાખ 9 હજારથી વધુનો દંડ વસૂલાયો

સતત પાંચમાં દિવસે હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ

નોટિસમાં રેસ્ટોરન્ટની સ્વચ્છતા, કિચનની સ્વચ્છતે તેમજ ક્યાં પાણીનો ઉપયોગ કરવામાં આવે. ફુડ માટે પાણી પણ સારું વાપરતા ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.માણસનું ફિટનેસ સર્ટિફિકેટ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી વિભાગનું સતત ચોથા દિવસે 78 હોટેલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસમાં 69 કીલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો. તપાસ દરમિયાન 39 હોટલ અને રેસ્ટોરન્ટોને નોટિસ આપવામાં આવી હતી. 32 હોટલ અને રેસ્ટોરન્ટોના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ રૂપિયા 1.34.900નો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો.

Breaking News : સુરતમાં એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ થતાં પરિવારનો હોબાળો મચાવ્યો, જુઓ વીડિયો અહી ક્લિક કરો

Published on: Oct 06, 2026 01:22 PM
Follow Us
Loading...
Unable to load recommendations.