Breaking News : સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગનો કહેર, જુઓ Video
સુરતમાં બે અલગ અલગ આગની ઘટનાઓ બનતા અફરા તફરી મચી છે. સુરતના બેલીઝિમો મોલ અને ગોટાલાવાડી વિસ્તારમાં આવેલી કેસરબા માર્કેટની હીરાની કંપનીમાં આગ લાગી હતી. બંને આગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયુ હોવાનું માનવામાં આવે છે.
સુરતમાં બે અલગ અલગ આગની ઘટનાઓ બનતા અફરા તફરી મચી છે. સુરતના બેલીઝિમો મોલ અને ગોટાલાવાડી વિસ્તારમાં આવેલી કેસરબા માર્કેટની હીરાની કંપનીમાં આગ લાગી હતી. બંને આગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયુ હોવાનું માનવામાં આવે છે.
બેલીઝિમો મોલમાં આગ
સુરતના પાલ ગૌરવ પથ રોડ પર આવેલા બેલીઝિમો મોલમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. મોલના પહેલા માળે આવેલી આર.કે. થાળી રેસ્ટોરન્ટના કિચનમાં આગ ભભૂકી ઊઠતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. તપાસ દરમિયાન કિચનમાં યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા ન હોવાનું તેમજ ગેસના બાટલા પણ મળી આવ્યા હતા. વહેલી સવારે આગ લાગતા મોટી જાનહાનિ ટળી હતી.
ગોટાલાવાડીની હીરાની કંપનીની ઓફિસમાં ભીષણ આગ
બીજી તરફ, સુરતના ગોટાલાવાડી વિસ્તારમાં આવેલી કેસરબા માર્કેટની હીરાની કંપનીની ઓફિસમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે દોઢ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે તેના પર કાબૂ મેળવ્યો હતો. ભીષણ આગમાં ઓફિસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઓફિસના કબાટમાં કરોડો રૂપિયાની કિંમતના હીરા રાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે, જેના કારણે આગની ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
સુરતમાં આગની ઘટનાઓ યથાવત
શહેરમાં એક જ સમયગાળામાં આગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા ફાયર સેફ્ટી અને આગના કારણોને લઈને સવાલો ઉભા થયા છે. બંને ઘટનાઓમાં ફાયર વિભાગે સમયસર કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો- Breaking News : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં સ્વિફ્ટ કારે પાર્ક કરેલા ચાર વાહનોને ટક્કર મારી, જુઓ Video