Breaking News : સુરતમાં સગીરાને ભગાડી જનાર ટોળકીનો પર્દાફાશ, 5 શખ્સો ધરપકડ કરાઈ
સુરતમાં સગીરાને ભગાડી જનાર ટોળકીનો પર્દાફાશ થયો છે.ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો છે.મુખ્ય આરોપી સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે.આરોપીએ પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતુ.પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધી ફરાર થયેલા મુખ્ય આરોપી સહિત કુલ 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઈચ્છાપોરમાં રહેતી સગીરા તેના ઘર નજીક રહેતા વિધર્મી યુવક સાથે સંપર્કમાં આવી હતી.જે બાદ આ નરાધમે પોતાના સાગરિતો સાથે મળીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ અવારનવાર સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો અને છેવટે તેને ભગાડી ગયો. જેને પગલે સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી હતી.
5 શખ્સોની ધરપકડ
જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મ ગુજારનાર આરોપી અને તેના સાગરિતો સહિત 5 શખ્સોની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ભેજાબાજ આરોપીએ પોતાના સાગરિત સાથે મળીને પોતાના આધાર કાર્ડમાં નામ એડીટ કરાવ્યું હતું.અને અવારનવાર સગીરાને હોટલમાં લઈ જઈને હવસનો શિકાર બનાવી હતી.ઈચ્છાપોર પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી અને આરોપી વતન ફરાર થાય તે પહેલા જ તેને ઝડપી પાડ્યો છે. ત્યારે હાલ તો પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ BNS, પોક્સો અને આઈ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.