Breaking News : રમતાં-રમતાં દોઢ વર્ષનું બાળક સેફ્ટીપિન ગળી ગયું, જુઓ Video
સુરતના ભેસ્તાનમાં બાળકને અન્નનળીમાં પીન ફસાતા સતત ઉલટીઓ થઈ રહી હતી. જે બાદ માતા પણ ગભરાઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલની સારવારથી બાળકને નવજીવન મળ્યું છે.
કેટલીક વખત બાળક એવું કરી બેસે છે કે, જેના કારણે માતા-પિતા મુશ્કેલીમાં મુકાય જાય છે. નાના બાળકની દેખરેખ રાખવી કેટલી જરુરી છે. તે આ ઘટના પરથી તમે જાણી શકો છો. રમતા રમતા બાળકે એક એવી ભૂલ કરી કે, માતા હોસ્પિટલ દોડતી થઈ હતી.સુરતના ભેસ્તાનમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે.રમતાં-રમતાં દોઢ વર્ષનું બાળક સેફ્ટીપિન ગળી ગયું હતુ.
45 મિનિટમાં તબીબોએ પિન બહાર કાઢી
બાળક 2 સેમીની ખુલ્લી સેફ્ટીપિન ગળી જતા માતા મુશ્કેલીમાં મુકાય હતી.પિન અન્નનળીમાં ફસાતા બાળકને સતત ઊલટીઓ થવા લાગી હતી.નવી સિવિલ હોસ્પિટલના ENT તબીબોએ તાત્કાલિક સારવાર ચાલુ કરી હતી. કોઈપણ કાપકૂપ વગર દૂરબીન ટેકનિકથી પિન બહાર કાઢી લેવામાં આવી હતી.માત્ર 45 મિનિટમાં તબીબોએ પિન બહાર કાઢી દીધી હતી.
પ્રાઈવેટ હોસ્પિટલમાં 50-60 હજારમાં થતી સર્જરી સિવિલમાં વિનામૂલ્યે કરાઈ. અને બાળકને નવજીવન મળ્યું છે. બાળકની માતાએ હોસ્પિટલ તંત્રનો આભાર માન્યો છે. જો કે આ ઘટના નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. અણસમજુ બાળકો પર સતત નજર રાખવી જરૂરી છે.હાલ તો આ બાળક સ્વસ્થ છે. ત્યારે ડોક્ટર પણ બાળકની સારસંભાળ રાખવાનું સતત કહેતા હોય છે.
બીજી તરફ સુરતમાંથી બીજી એક હચમચાવી નાંખનાર ઘટના સામે આવી છે કે, 13 વર્ષનો બાળક ત્રીજા માળેથી નીચે પટકાતા મોઢા અને ગરદનમાંથી સળિયો આરપાર થયો હતો.