Breaking News : વડોદરામાં બેફામ ગતિએ દોડતી કાર એક કમ્પાઉન્ડ વોલને અથડાઈ, 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત, જુઓ Video
વડોદરામાં એક બેફામ કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે.વડોદરાના પંડ્યા બ્રિજ નજીક મોડીરાત્રે અકસ્માતની ઘટના બની છે. જેમા બેફામ ગતિએ દોડતી કાર એક કમ્પાઉન્ડ વોલને અથડાઈ હતી.
રાજ્યમાં આવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. તો મહાનગરોમાં મોંઘીદાટ કાર દ્વારા અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. હવે વડોદરામાં એક બેફામ કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો : Vadodara : ઓવર સ્પીડ વાહનચાલકોની હવે ખેર નહીં, સ્પીડને લઇ પોલીસની મેગા ડ્રાઇવ, જુઓ Video
વડોદરાના પંડ્યા બ્રિજ નજીક મોડીરાત્રે અકસ્માતની ઘટના બની છે. જેમા બેફામ ગતિએ દોડતી કાર એક કમ્પાઉન્ડ વોલને અથડાઈ હતી. જેમા કાર અથડાતા દિવાલ તોડી નાખી હતી. અકસ્માતના દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય કે, આ કાર કેટલી ગતિએ દોડતી હશે, કે જેનાથી આગળથી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે.
વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos