Breaking News : કષ્ટભંજનદેવ હનુમાનજીને 8 કિલો સોનામાંથી બનાવાયેલા વાઘા અર્પણ કરાશે, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Apr 01, 2026 | 11:58 AM

સાળંગપુર ધામમાં વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જયંતી પૂર્વે રાજોપચાર પૂજન પ્રથમ વખત દાદાના ઐતિહાસિક પૂજનનું આયોજન કરાયું છે. આ સાથે 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો અભિષેક કરાશે.

હનુમાન જયંતિના પર્વની સાળંગપુરમાં 2 દિવસ સુધી ઉજવણી ચાલશે.જેમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમૂહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઇટેક લાઇટ ઍન્ડ સાઉન્ડ શૉ, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

8 કિલો સોનામાંથી વાઘા બનાવ્યા

મહત્વનું છે કે હનુમાન દાદાને 8 કિલો સોનામાંથી બનાવાયેલા અલૌકિક સુવર્ણ વાઘા અર્પણ કરવામાં આવ્યા છે.જે કુલ 100 જેટલા સોની અને 22 ડિઝાઈનર આર્ટીસ્ટની ટીમ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ વાઘામાં 3D વર્ક. બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો સહિતની કલાકારીનો ઉપયોગ કરાયો છે. હનુમાન જયંતિના આ પર્વ પર ભક્તો દાદાના દર્શનનો કરી ધન્યતાની અનુભૂતિ કરશે.મોટી સંખ્યામાં કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ભક્તો આવશે.

પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન રામના પરમ ભક્ત ભગવાન હનુમાનનો જન્મ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જે હનુમાનના જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે, હનુમાન જયંતિ 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે.

હનુમાનજીને 5 ભાઈ અને એક પુત્ર છે, તેમના પરિવાર વિશે રસપ્રદ વાતો જાણો અહી ક્લિક કરો

Follow Us