Breaking News : રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન કેસ ગરમાયો, મનપાના રિપોર્ટમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ ન થતા ઊઠ્યા મોટા સવાલ,જુઓ Video

| Edited By: | Updated on: Nov 26, 2026 | 2:58 PM

રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનનો વિવાદ દિવસે દિવસે વધી જ રહ્યો છે. હવે ફરી જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા ડિમોલેશન ખર્ચ વિવાદનો મુદ્દો વધુ વકર્યો છે. સમગ્ર મામલે મનપા દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ રિપોર્ટમાં રિપોર્ટમાં ક્યાંય ભ્રષ્ટાચારનો ઉલ્લેખ ન કરાતા અનેક સવાલો ઉઠ્યા છે.

રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનનો વિવાદ દિવસે દિવસે વધી જ રહ્યો છે. હવે ફરી જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા ડિમોલેશન ખર્ચ વિવાદનો મુદ્દો વધુ વકર્યો છે. સમગ્ર મામલે મનપા દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ રિપોર્ટમાં ક્યાંય ભ્રષ્ટાચારનો ઉલ્લેખ ન કરાતા અનેક સવાલો ઉઠ્યા છે. રિપોર્ટમાં ક્ષતિઓ અને ભ્રષ્ટાચારના મુદ્દા વચ્ચે જવાબદાર અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે.

SITની તપાસ બાદ હવે ખાતાકીય તપાસ હાથ ધરાશે

પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ મામલે SITની તપાસ બાદ હવે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે. સાંસ્કૃતિક વિભાગના જનરલ મેનેજર કૌશિક ઉનાવા પર તપાસ હાથ ધરવામાં આવશે. આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણી સામે પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. સેન્ટ્રલ વર્કશોપના અધિકારી જે.એન.શિંગાળા સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

રિપોર્ટમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ ન થતાં સવાલો

ઉલ્લેખનીય છે કે કામમાં બેદરકારીના આરોપ મુદ્દે જવાહ લેવાશે. અધિકારીઓના ખુલાસા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચ અને કામગીરી અંગે તૈયાર કરાયેલા મનપાના રિપોર્ટમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ ન હોવાને કારણે તપાસની પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. હવે SITની તપાસ અને ત્યારબાદ થનારી ખાતાકીય તપાસમાં સમગ્ર મામલાની વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. હાલમાં અધિકારીઓ સામે તપાસની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. અધિકારીઓના ખુલાસા અને તપાસના તારણો બાદ જ તેમની સામે કઈ પ્રકારની કાર્યવાહી થશે તે સ્પષ્ટ થશે.

આ પણ વાંચો, Breaking News : અમદાવાદમના પકવાન જંક્શન પર કેપ્સ્યુલ સિસ્ટમની નવી વ્યવસ્થા, થશે ઈંધણની બચત! જાણો શું છે આ સિસ્ટમ? જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.