Breaking News : ઘર વાપસી બાદ ગુજરાતી સિંગર કિંજલ રબારીનું નિવેદન, કોઈની અફવા પર ધ્યાન ન આપવા ચાહકોને અપીલ કરી, જુઓ Video

| Edited By: | Updated on: Mar 16, 2026 | 1:10 PM

સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો મામલે વધુ એક અપડેટ સામે આવી છે.કિંજલ રબારીએ ભરેલા પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફરી છે. તેમજ તેમણે પોતાનું નિવેદન પણ આપ્યું છે.

કિંજલ રબારી ઘરે પરત આવતા વિવાદ સમેટાયો છે. છેલ્લા કેટલાક દિવસથી સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો સતત વિરોધ થઈ રહ્યો હતો. ઘરે પરત ફર્યા બાદ કિંજલ રબારીનું નિવેદન સામે આવ્યું છે. સિંગરે સોશિયલ મીડિયાના માધ્યમથી નિવેદન આપ્યું છે. કિંજલ રબારીએ ભરેલા પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો છે. કોઈના દબાણમાં આવ્યા વગર જ કિંજલ રબારી પરત ફરી હોવાનું જણાવ્યું છે. રાજીખુશીથી પરિવાર સાથે રહેવાની કિંજલ રબારીએ વાત કરી છે. કોઈની અફવા પર ધ્યાન ન આપવા ચાહકોને અપીલ કરી છે.

કિંજલ રબારી નિવેદન આપ્યું

“હું કિંજલ રબારી મારા નામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે કહેવા માગું છું હું મારી રાહ ભટકી જે પગલું ભરેલું તે પગલું ખોટુ હતું માટે હું રાજી ખુશી થી મારા પરિવારનો સપર્ક કરી મારા પરિવાર પાસે આવી ગયેલી છું અને હું કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળી ને રહેવા માંગુ છું મારા માલધારી સમાજ ના દરેક આગેવાનોને અને ભાઈઓને અને સર્વે આઢારે આલમના મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે કોઈએ મારા વીસે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં અને કોઈ ખોટી વાતો આફવાઓમાં આવવું નહીં અને મારા નામે જે પણ અન્ય સોશિયલ મિડિયાના એકાઉન્ટ ચાલવી રહ્યા છે તે તમામ ને મારા આગળ ના વિડિયોને ડિલીટ કરવા સાથે અન્ય કોઈ ખોટા એઆઈ થી બનાવેલા ફોટો કે વિડિયો નહીં મૂકવા વિનંતી.. જય દ્વારકાધીશ…”

 

પાટણમાં છેલ્લા કેટલાક દિવસથી સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્ન ચર્ચા ચાલી રહી છે. ત્યારે સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી છે.કિંજલ રબારીની ઘર વાપસી પર ઠાકરશી રબારીએ કહ્યું સમાજની એકતા અને સમાજના તાકાત ની જીત થઈ છે. મા બાપ અને તેના સમાજના પ્રેમને સમજી તેના ટૂંકા ગાળાના પ્રેમને છોડી દીકરી પરત આવી છે.કિંજલ રબારીએ જાતે નિર્ણય લીધો છે.

 

 

 

શું હતો કિંજલ રબારીનો સમગ્ર મામલો જાણો

ગુજરાતી સિંગરે પ્રેમ લગ્ન કરતા વિવાદ સર્જાયો હતો. સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરતા સામાજિક વિરોધ શરૂ થયો હતો.
સિંગર કિંજલ રબારી રાધનપુર તાલુકાના સીનાડ ગામની રહેવાસી છે અને જાણીતી પ્રોફેશનલ સિંગર છે. ત્યારે સિંગર કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરતા પરિવાર અને સમાજ દ્વારા તેનો વિરોધ કર્યો હતો. અને કિંજલ રબારીને શોધવા સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ વાયરલ કરવામાં આવી હતી. તો. સિંગર કિંજલ રબારીએ પણ તેમના પ્રેમ લગ્ન મામલે સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલાસો કર્યો હતો. સમાજના આગેવાનો અને પરિવારજનોની મધ્યસ્થીથી કિંજલ રબારી પરત ફરી છે.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.