Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો,પુરૂષોત્તમ પીપળીયાએ મુકી નવી પોસ્ટ, જુઓ Video

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો છે.ફરી પરષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.કથાનો વિરોધ કરવા પર પીપળિયાને ધમકી મળ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.પીપળિયા સામે સનાતન વિરોધી હોવાની ટિપ્પણી થઈ હતી.

| Edited By: | Updated on: Jun 01, 2026 | 2:57 PM

રાજકોટમાં આગામી 5 થી 7 જૂન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં હનુમાન કથા અને દિવ્ય દરબાર યોજાશે.ગત વખતની જેમ આ વખતે પણ સામાજિક આગેવાન પુરૂષોત્તમ પીપળીયા અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા દિવ્ય દરબારનો વિરોધ કરવામાં આવ્યો છે. તો ગત વખતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેમની પરચી કાઢી હતી તે મહિલા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવી છે. ત્યારે હવે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો છે.

સનાતન ધર્મની આડમાં અંધશ્રદ્ધા

રાજકોટના જાણીતા સામાજિક આગેવાન પરષોત્તમ પીપળિયા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાના વિરોધમાં મેદાને આવ્યા છે. પીપળિયાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે, આ કથાના માધ્યમથી સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે. સનાતન ધર્મની આડમાં અંધશ્રદ્ધા ફેલાતી હોવાનો આક્ષેપ લગાવીને તેમણે તંત્ર અને આયોજકો સામે કેટલાક સવાલો ઉભા કર્યા છે. આ કાર્યક્રમનો વિરોધ કરવા બદલ પરષોત્તમ પીપળિયાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, મુદ્દો ભટકાવવા માટે તેમને સનાતન વિરોધી ચિતરાઈ રહ્યા છે. પરંતુ તેઓ ચુસ્ત સનાતની છે, અને અવાજ ઉઠાવતા રહેશે.

થોડા દિવસ પહેલા રાજકોટના પાટીદાર અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાને ગણાવ્યો અંધશ્રદ્ધાનો કુંભ મેળો કહ્યો છે.પુરૂષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું હતુ કે ”આનંદો ભોળા ભક્તો,ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભમેળો યોજાશે”. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બાગેશ્વર ધામની હનુમંત કથામાં સ્વાગત યાત્રામાં માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થશે.

 

બાબા બાગેશ્વરનું બાળપણ ગરીબીમાં પસાર થયું, પરિવારમાં સૌથી મોટા છે ધીરેન્દ્ર શાસ્ત્રી આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us