Breaking News : બગદાણાથી દર્શન કરી પરત ફરતી બસને નડ્યો અકસ્માત, 2ના મોત, 22 લોકો ઈજાગ્રસ્ત
ગોંડલ નજીક બગદાણાથી પરત ફરતી ખાનગી બસનો અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.સામેથી આવી રહેલાં ટ્રકને સાઈડ આપવા જતાં બસનો અકસ્માત સર્જાયો હતો.બસમાં બાળકો, મહિલાઓ સહિત 62 મુસાફર સવાર હતાં.
ગોંડલના વોરા કોટડા નજીક ખાનગી બસ પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે.બગદાણાથી દર્શન કરી પરત ફરતી બસને અકસ્માત નડ્યો છે. વહેલી સવારે 4:30 વાગ્યે સિંગલ પટ્ટી રોડ પર આ ઘટના બની હતી.સામેથી આવતા ટ્રકને સાઇડ આપવા ટ્રાવેલ્સ રિવર્સ લેતા બસ ખાડામાં ખાબકી હતી.આ અકસ્માતમાં 2 મહિલા યાત્રાળુઓના ઘટનાસ્થળે મોત થયા છે.બસમાં બાળકો, મહિલાઓ સહિત 62 મુસાફરો સવાર હતા. તેમજ 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મુસાફરોને બસના કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા
ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને બસના કાચ તોડી બહાર કાઢી ગોંડલ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.5 ગંભીર ઈજાગ્રસ્તોને રાજકોટ અને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.108, નગર પાલિકા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ અને ખાનગી વાહન મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સ્થાનિકો, સામાજિક કાર્યકરો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
Follow Us