Breaking News : વડોદરા મનપામાં યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાની દરખાસ્ત મંજૂર, કોંગ્રેસનો ભારે વિરોધ

Breaking News : વડોદરા મનપામાં યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાની દરખાસ્ત મંજૂર, કોંગ્રેસનો ભારે વિરોધ

| Edited By: | Updated on: Nov 19, 2026 | 2:00 PM

રાજ્ય સરકાર તરફથી વડોદરામાં યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત અંગે ગઇ કાલે યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર્સે દરખાસ્તનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. કોંગ્રેસના કોર્પોરેટર્સના સતત વિરોધ અને હોબાળા વચ્ચે ભાજપે બહુમતીના જોરે આ દરખાસ્ત મંજૂર કરાવી હતી. આ મુદ્દે સામાન્ય સભામાં ભારે ચર્ચા અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાની દરખાસ્તને મંજૂરી

રાજ્ય સરકાર તરફથી વડોદરામાં યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત અંગે ગઇ કાલે યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર્સે દરખાસ્તનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે એક તરફ ગરીબોને તેમના હક માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે બીજી તરફ પ્લોટ ફાળવીને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. સાથે જ ભાજપ પર બેવડી નીતિ અપનાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

બહુમતીના જોરે દરખાસ્તને મંજૂરી

કોંગ્રેસના કોર્પોરેટર્સના વિરોધ અને હોબાળા છતાં ભાજપે બહુમતીના જોરે સામાન્ય સભામાં દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. જોકે, દરખાસ્તને મંજૂરી આપવા અંગે મેયરના નિવેદનથી પણ ચર્ચા જાગી હતી. મેયરે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તરફથી દરખાસ્ત આવી હોવાથી પ્લોટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરાના રાજકારણમાં ગરમાવો

બીજી તરફ, ચર્ચા દરમિયાન યુસુફ પઠાણ વિરુદ્ધ ફરિયાદ કરવાની માગણી કરનારા બે કાઉન્સિલરોની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની હતી. સમગ્ર મામલે વડોદરાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

Breaking News : સુરતના સચિનમાં આવેલ હોજીવાલા રોડ પર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.