Breaking News : ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત PM મોદી વડોદરા આવશે, સરદારધામ છાત્રાલયનું કરશે લોકાર્પણ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. 11 મેના રોજ તેઓ વાઘોડિયા રોડ પર સ્થિત સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરશે.
ચૂંટણીના પરિણામો બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. 11 મેના રોજ તેઓ વાઘોડિયા રોડ પર સ્થિત સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરશે.
ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત PM વડોદરા આવશે
આ આધુનિક છાત્રાલય નેશનલ હાઈવે-8 પર નોલેજ સિટી નજીક બનાવવામાં આવ્યું છે, જે માટે અંદાજે રૂ.150 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓને સુવિધાસભર રહેઠાણ મળે તે માટે આ પ્રોજેક્ટ ખાસ મહત્વનો માનવામાં આવે છે.
આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે તૈયારીઓ તેજ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે.
સરદારધામ છાત્રાલયનું કરશે ઉદ્ઘાટન
સરદારધામ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ છાત્રાલયમાં વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં રહેવા-જમવાની વ્યવસ્થા, અભ્યાસ માટે લાઇબ્રેરી અને અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ સહાયરૂપ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ વિભાગ દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી
કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાના ઘેરામાં લેવામાં આવશે અને ટ્રાફિક વ્યવસ્થામાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવી શકે છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા હોવાથી આયોજનને સુચારૂ બનાવવા ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.