Breaking News: સૌરાષ્ટ્ર-કચ્છના 62 લાખ વીજ ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક માર: PGVCL એ વીજદરમાં યુનિટ દીઠ 15 પૈસાનો ઝીંક્યો વધારો

Breaking News: સૌરાષ્ટ્ર-કચ્છના 62 લાખ વીજ ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક માર: PGVCL એ વીજદરમાં યુનિટ દીઠ 15 પૈસાનો ઝીંક્યો વધારો

| Edited By: | Updated on: Nov 24, 2026 | 10:00 PM

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વીજળીના દરમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જુલાઈ મહિનાથી લાગુ કરાયેલા આ ભાવવધારાની જાણ ગ્રાહકોને ત્રણ મહિના બાદ આવેલા બિલમાં થઈ છે, જેની સીધી અસર સૌરાષ્ટ્ર અને કચ્છના 62 લાખ ગ્રાહકોના ખિસ્સા પર પડશે.

મોંઘવારીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ પર વધુ એક આર્થિક બોજ પડ્યો છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વીજળીના દરમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રાહકો પાસેથી યુનિટ દીઠ 2.30 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જે હવે વધારીને 2.45 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

આ ભાવવધારામાં ચોંકાવનારી બાબત એ છે કે PGVCL દ્વારા આ નિર્ણય જુલાઈ મહિનાથી જ અમલી બનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ ગ્રાહકોને તેની જાણ ત્રણ મહિના બાદ આવેલા વીજબીલમાં થઈ છે. આ ઉપરાંત, અત્યાર સુધી જે અલગ-અલગ પાંચ પ્રકારના ચાર્જ શૂન્ય હતા, તેમાં પણ હવે 3.99 ટકા લેખે ચાર્જ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે.

PGVCL ના આ નિર્ણયની સીધી અસર સૌરાષ્ટ્ર અને કચ્છના અંદાજે 62 લાખ જેટલા વીજ ગ્રાહકો પર પડશે. યુનિટ દીઠ દર અને વધારાના ચાર્જ લાગુ થવાથી સામાન્ય પરિવારો અને નાના વેપારીઓના માસિક બજેટ પર મોટો ભાર પડશે.

451 કરોડ કમાનારી ‘હનુમાન અંશ’ના હીરોને મળી મામૂલી ફી, 15 લાખ પણ ન થયા નસીબ

Published on: Nov 24, 2026 09:59 PM
Follow Us
Loading...
Unable to load recommendations.