રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે કેટલીક વખત ખેતીની આડમાં ગાંજાના છોડ જપ્ત કરવામાં આવે છે.ત્યારે ફરી એક વખત મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. આ વખતે આ નશાકારક પદાર્થ એક વિદેશી મહિલા પાસેથી ઝડપાયો છે. આ ડ્રગ્સ સામાન્ય નહી પરંતુ સૌથી ધાતક ડ્રગ્સ હોવાનું પણ સામે આવ્યું છે.આ ડ્રગ્સની કિંમત અંદાજે 2 કરોડ 30 લાખ કિંમત સામે આવી છે.
સુરતમાં નાઈઝિરીયન મહિલા પાસેથી ઝડપાયેલું ડ્રગ્સ સૌથી ઘાતક હોવાનો ખુલાસો થયો છે. સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની સંડોવણી હોવાની પણ આશંકા છે. તો ઝડપાયેલી મહિલા વિશે વિદેશ વિભાગને પણ માહિતી આપવામાં આવશે. DRIએ મુંબઈ-અમૃતસર ટ્રેનમાંથી વિદેશી મહિલાને 2 કરોડ 30 લાખના 50 ગ્રામ કોકેઈન અને 900 ગ્રામ મેથામ્ફેટામાઈન ડ્રગ્સ સાથે ઝડપી હતી.
આ સમગ્ર મામલે હાલ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, આ વિદેશી મહિલા મુંબઈ-અમૃતસર ટ્રેનમાંથી ઝડપાઈ હતી.