Breaking News : દક્ષિણ ગુજરાતમાં વરસાદી આફત, પૂર્ણા,અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર, જુઓ Video
નવસારી શહેર અને જિલ્લામાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થતા લોકોની હાલત ખરાબ થઈ છે. શહેરનું જન જીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે શહેરને પૂર્વથી બચાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગર પાલિકા કામે લાગ્યું છે
નવસારી પૂર્ણા નદીએ ભયનજક સપાટી વટાવતા મુશ્કેલી સર્જાય છે. કાશીવાડી વિસ્તારમાં પાણી-પાણીની સ્થિતિ જોવા મળી રહી છે.ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.ઘરોની અંદર પાણી ફરી વળતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.500થી વધુ લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થાને ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.કાશીવાડીમાં દર ચોમાસામાં એકની એક સમસ્યાનો સ્થાનિકોનો આક્ષેપ સામે આવી રહ્યો છે.પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા સ્થાનિકોની માગ છે.
કાશીવાડીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા
પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચતા પહેલાં જ કાશીવાડીના લોકોને એલર્ટ કરી દેવાયા હતા. અને વહેલી સવારથી જ સ્થળાંતર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.કાશીવાડીમાં હાલ ગ્રાઉન્ડ ફ્લોર પરના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અને તેને લીધે લોકોના સામાનને પણ નુકસાન પહોંચ્યું છે.
જનજીવન પર સીધી અસર
વરસાદથી લોકો પ્રભાવિત થતા શહેરનું જન જીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે, શહેરને પૂર્વથી બચાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગર પાલિકા કામે લાગ્યું છે.નવસારી શહેરમાં ગંભીર પુરની સ્થિતિ નિર્માણ થઈ છે. શહેરનો મહત્વનો ગણાતો શાંતાદેવી રોડ હવે પાણીમાં ગરકાવ થયો છે 5,000 થી વધુની વસ્તી ધરાવતા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના જનજીવન પર સીધી અસર થઈ છે. પાણીના જળસ્તર વધતા લોકોને સ્થાનાંતરિત કરવાની પણ આવશ્યકતા ઊભી થઈ છે.
નવસારી જિલ્લાના ખારેલ ગામ નજીક થી વહેતી અંબિકા નદીના પાણી બ્રિજ સુધી પહોંચી જતા નેશનલ હાઈવે કરાવ્યો બંધ કરવામાં આવ્યો છે.નેશનલ હાઈવે બંધ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા લાંબી કતારો લાગી છે.