Breaking News : નવસારીમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે નદીઓમાં ઘોડાપૂર આવ્યું, 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 22, 2026 | 12:35 PM

નવસારીમાં ધોધમાર વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની મીંઢોળા પૂરના અંબિકા કાવેરી અને ખરેરા તેમજ ઓરંગા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિજોવા મળી છે. તો કેટલીક જગ્યાએ નદી વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતની મીંઢોળા, અંબિકા, કાવેરી, ઓરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.વરસાદી પાણી રસ્તા પર ભરાતા મુંબઈ-દિલ્લી નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર ઠપ થયો છે.કાવેરી નદીએ ભયજનક સપાટી બતાવતા બીલીમોરા શહેરમાં પૂર આવ્યું છે. 100થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, તેમજ SDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ

છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે નવસારી જિલ્લાની અને દક્ષિણ ગુજરાતની લોકમાતાઓ ગણાતી પૂર્ણ અંબિકા કાવેરી ખરેરા મીંઢોળા ઓરંગા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થાય તેવી શક્યતાઓના પગલે તંત્ર એલર્ટ પર છે

નદી કાઠાના ગામોને કરાયા એલર્ટ

વલસાડની મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણ વગર નદી કાઠા ના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.વલસાડ નજીકથી વહેતી ઔરંગા નદીની સપાટી વધતા વલસાડ શહેરના 15 જેટલા વિસ્તારોને એલર્ટ કરાયા છે.વલસાડ અને નવસારી જિલ્લામાં પૂરની ગંભીર સ્થિતિ નિર્માણ થાય તેવા સંજોગોને પગલે તંત્ર એલર્ટ પર છે.ઉપરવાસમાં વરસાદ અને પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા ભયજનક સપાટી વટાવે તેવો ભય હાલ જોવા મળી રહ્યો છે.

જિલ્લા તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નદીકાંઠાના લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકતા તેની સીધી અસર નદીઓ પર જોવા મળી રહી છે.

 

Gujarat Rain Breaking News: વલસાડમાં આભ ફાટ્યુ! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદથી આફત આવી, નદી-નાળા થયા ઓવરફ્લો, જુઓ Video અહી ક્લિક કરો

 

 

Follow Us