Breaking News: કામરેજમાં 9 ઇંચથી વધુ વરસાદનો કહેર, ખાડીઓમાં પાણીની આવક વચ્ચે ટ્રેક્ટર પર ઉતરી પોલીસ, Watch Video

| Edited By: | Updated on: Jul 07, 2026 | 3:21 PM

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. વિસ્તારમાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે કામરેજ નજીકથી પસાર થતી ખાડીઓમાં પણ પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે. ભારે વરસાદને પગલે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયા છે.

ટ્રેક્ટર મારફતે પહોંચી પોલીસ ટીમ

પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કામરેજ પોલીસ દ્વારા અનોખી રીતે ટ્રેક્ટર પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ખાસ કરીને ખાડીઓની નજીક આવેલી સોસાયટીઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેક્ટર મારફતે પહોંચી પોલીસ ટીમે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સામાન્ય વાહનો પહોંચી ન શકે તેવા વિસ્તારોમાં ટ્રેક્ટર દ્વારા પેટ્રોલિંગ કરીને લોકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

લોકોએ ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી

પોલીસે નાગરિકોને ખાડીઓ, નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા અપીલ કરી છે. તેમજ બાળકોને આવા સ્થળોથી દૂર રાખવા અને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની આપત્તિ અથવા મદદની જરૂર પડે તો તાત્કાલિક કામરેજ પોલીસનો સંપર્ક કરવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સ્થાનિક તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા માટે તમામ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

Breaking News: નવસારીમાં ભારે વરસાદને પગલે ‘રેડ એલર્ટ’… પૂર્ણા નદીનો પુલ ડૂબ્યો, 19 થી વધુ રસ્તાઓ બંધ થયા

Follow Us