Breaking News : વિધર્મીઓના સમર્થન બદલ કાજલ હિન્દુસ્તાનીનો આદિત્ય ગઢવી પર પ્રહાર, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Oct 18, 2026 | 11:12 AM

આદિત્ય ગઢવીના વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી થઈ છે. તેમણે કહ્યું કે, તમારી બહેન-દીકરીઓ સાથે જેટલા રમાડવા હોય તેટલા દાંડિયા રમાડો,અમારી બહેન-દીકરીઓનો તમે કોઈ ઠેકો લીધો નથી.સંગીતકાર હાર્દિક દવે પર પણ પ્રહારો કર્યા હતા.

આદિત્ય ગઢવીના વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી થઈ છે. વિધર્મીઓના સમર્થન બદલ કાજલ હિન્દુસ્તાનીનો આદિત્ય ગઢવી પર પ્રહાર સામે આવ્યો છે.કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું માતાજીના ઉપાસકને મહિષાસુરોથી કેમ ડર લાગે છે?.તમે કેમ આટલા ડિફેન્સમાં આવી બજરંગ દળના વિરોધમાં આવ્યા?મુસ્લિમોથી પ્રેમ ઉભરાતો હોય તો તેમને તમારા ઘરે બોલાવો.તમારી બહેન-દીકરીઓ સાથે જેટલા રમાડવા હોય તેટલા દાંડિયા રમાડો,અમારી બહેન-દીકરીઓનો તમે કોઈ ઠેકો લીધો નથી. ભજન છોડીને કવ્વાલી કરવાનું ચાલું કરી દો. રૂપિયા તમારે હિન્દુઓ પાસેથી લેવા છે અને વિરોધ પણ હિન્દુઓનો જ કરવો છે!

હાર્દિક દવે પર પણ શાબ્દિક પ્રહાર

કાજલ હિન્દુસ્તાનીએ વિધર્મીઓના સમર્થન બદલ સંગીતકાર હાર્દિક દવે પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા. વિધર્મીઓને ગરબા પંડાલમાંથી જવાનું કહેવાતા. હાર્દિક દવેએ સો. મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું હતું કે “નાઝીઓએ યહુદીઓ પર અત્યાચાર કરી દેશની બહાર જવા કહ્યું હોય તેવું લાગ્યું. ત્યારે આ જ મુદ્દે કાજલ હિન્દુસ્તાનીએ તેમને આડે હાથ લીધાં હતા. તમે જર્મનની વાતના ઉદાહરણ દેવા લાગ્યા છો.

પહેલગામનો આતંકી હુમલો પણ યાદ ન આવ્યો?

સંગીતકાર હાર્દિક દવે પર પણ કાજલ હિન્દુસ્તાનીના શાબ્દિક પ્રહાર કર્યો હતો. તમે મૂર્ખ છો એટલે તમને લાગે છે બધા મૂર્ખ છે.જર્મનીની વાત લઈ ક્યાં યહૂદીઓના ઉદાહરણ આપવા લાગ્યા છો. 90ના દાયકાની કાશ્મીરની ઘટનાનું ઉદાહરણ આપી શકતા હતા.7 લાખ કાશ્મીરી હિન્દુઓને ઘાટીમાંથી કાઢવામાં આવ્યા હતા.શું તમને પહેલગામનો આતંકી હુમલો પણ યાદ ન આવ્યો? જો તમારી યાદ શક્તિ ઓછી છે. તો ધર્મ પૂછીને AK47થી હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી.તે યાદ ન આવી. પાકિસ્તાન, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનું ઉદાહરણ આપી શકતા હતા.

સમગ્ર વિવાદ

અમદાવાદમાં લોકગાયક આદિત્ય ગઢવીના જાણીતા ગરબા મહોત્સવ ‘રંગ મોરલા’ના સ્ટેજ પરથી વિધર્મીઓને ગરબા ગ્રાઉન્ડ છોડી દેવાની જાહેરાત કરવામાં આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને લોકોમાં વિવાદ વકરતાં ગાયક આદિત્ય ગઢવીએ સમગ્ર મામલે છેડો ફાડી હાથ ખંખેરી લીધા છે. તેમણે સોશિયલ મીડિયા પર અંગ્રેજીમાં એક વિસ્તૃત પોસ્ટ મૂકીને પોતાનો બચાવ કર્યો હતો અને આખી ઘટના પોતાની જાણ બહાર બની હોવાની ચોખવટ કરી હતી.

 

 

Dussehra 2026: દશેરા પર આ 5 કામ કરવાનું ટાળો, નહીં તો અશુભ પરિણામોનો સામનો કરવો પડશે! અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.