Breaking News : ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા, જૂનાગઢ તાલુકા પંચાયતના AAPના સભ્યની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: May 25, 2026 | 11:42 AM

આજે જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે.તાલુકા પંચાયતના AAPના સભ્યની ધરપકડ કરવામાં આવી છે. જાણો આખો મામલો શું છે.

કોઈ પણ ચૂંટણી હોય પછી તે સામાન્ય ચૂંટણી હોય કે લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી હોય હાઈવોલ્ટેજડ્રામા વગર ચૂંટણી પૂર્ણ થતી નથી. આવી જ એક ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે.જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે.તાલુકા પંચાયતના AAPના સભ્યની ધરપકડ કરવામાં આવી છે.બગડુ બેઠક પરથી ચૂંટાયેલા સંજય પાઘડારની ધરપકડ કરાઈ છે.7 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.ફરિયાદીને ધાક-ધમકી આપ્યાનો પણ આરોપ હાલ મુકવામાં આવી રહ્યો છે.

 તાલુકા પંચાયતમાં કોની સત્તા આવશે તેના પર નજર

આજે જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી છે. તાલુકા પંચાયતમાં ભાજપ અને AAP પાસે 9-9 બેઠક છે.ધરપકડ બાદ AAPના સભ્ય મતદાન કરી શકશે કે નહીં તે સવાલ પણ હાલ ચર્ચામાં આવ્યો છે.તાલુકા પંચાયતની કુલ 18 બેઠક માંથી 9 બેઠક ભાજપ પાસે 9 બેઠક આમ આદમી પાસે છે એટલે બન્ને પક્ષો વચ્ચે ટાઈ પડી છે.ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટીના બગડુ બેઠક પરના સદસ્ય મતદાન કરી શકશે કે નહીં તે પણ મોટો સવાલ.જૂનાગઢ તાલુકા પંચાયતમાં કોની સત્તા આવશે તેના પર સૌની નજર છે.

 

આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ભ્રષ્ટાચાર સામે શરુ થયેલા અન્ના હજારેના આંદોલન પછી AAPની રચના 2012માં થઈ હતી. અહી ક્લિક કરો

Follow Us