Breaking News : ઈન્ફ્લ્યુઅન્સર ક્રિષ્ના ચુડાસમાની નજર સામે કાળનો કહેર, 3 મિત્રો કારમાં ભડથું જુઓ Video

| Edited By: | Updated on: Nov 22, 2026 | 1:43 PM

કેશોદ બાલાગામ પાસે કાર અકસ્માત ત્રણ લોકોના મોત થયા છે.કારમાં સવાર ચાર લોકો માંથી ત્રણના મોત ,એક યુવતી ગંભીર સ્થિતિમાં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.ઈન્ફ્લ્યુઅન્સર ક્રિષ્ના ચુડાસ (Krishna Chudasama )નો ચમત્કારિક બચાવ થયો છે.

ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું, આ પંક્તિ આજે સાચી પડી છે. રજાઓમાં 4 મિત્રોએ ફરવાનો પ્લાન બનાવ્યો. વહેલી સવારે 4 મિત્રો એક સ્વીફ્ટ કારમાં જૂનાગઢથી માધવપુર જઈ રહ્યા હતા.જૂનાગઢના કેશોદના બાલાગામ પાસે કાર અકસ્માતમાં 3ના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.વહેલી સવારે કાર પથ્થર સાથે અથડાતાં કારમાં ભીષણ આગ લાગી હતી. કારમાં સવાર 4 માંથી 3 લોકોના મોત થયા છે. જ્યારે એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

કારમાં સવાર ચાર લોકો માંથી ત્રણના મોત ,એક યુવતી ગંભીર સ્થિતિમાં છે. ઈજાગ્રસ્ત યુવતીની નજર સામે મિત્રો આગની ઝપેટમાં આવી ગયા હતા. આ સમગ્ર ઘટના નજરે જોયા બાદ ક્રિષ્ના ચુડાસમાં આધાતમાં છે. આ સમગ્ર ઘટના જૂનાગઢથી માધવપુર જતી વખતે ઘટના બની હતી.

મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્તના નામ

  • ડેનિશ ધીરુભાઈ દીવરાણીયા ઉ 23 રે જૂનાગઢ
  • જલકભાઈ સંજયભાઈ મશરૂ ઉ. આશરે 23 રે જુનાગઢ જલારામ સોસાયટી તળાવ પાસે
  • નંદનીબેન ડો/ઓ હિરેનભાઈ પોપટ ઉ. આશરે 24 રે. જૂનાગઢ રોયલ્પાર્ક તળાવ પાસે
  • ઇજાગ્રસ્ત ક્રિશ્નાબેન રમેશભાઈ ચુડાસમા ઉ. આશરે 24 રે. જૂનાગઢ રાજીવનગર

આજનો રવિવાર જાણે અકસ્માતનો રવિવાર રહ્યો હોય તેવું સામે આવ્યું છે. રાજ્યમાં અનેક અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવ્યા છે.આજે કચ્છના ભુજ-ખાવડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કચ્છના વેકરિયા રણ નજીક ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર પરિવારના સાતેય સભ્યોનાં ઘટનાસ્થળે મોત થયાં છે.

 

Breaking News : સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી લૂંટ આચરતી ગેંગનો પર્દાફાશ, અમદાવાદ ક્રાઈમબ્રાંચે નક્લી પોલીસકર્મીની કરી ધરપકડ- જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.