Breaking News : જામનગરમાં વેકેશન પૂર્ણ કરી સંકુલમાં પહોંચ્યાના 24 કલાકમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી, જુઓ Video

| Edited By: | Updated on: Jun 12, 2026 | 12:41 PM

જામનગર જિલ્લાના ધ્રોલમાં નર્સિંગ વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

આજ-કાલ લોકોને આત્મહત્યા કરવી એ તો જાણે સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નાની ઉંમર હોય કે પછી મોટી ઉંમરના લોકો કોઈ પણ સમસ્યાના સમાધાન વગર આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય છે. આ કારણે તેના પરિવારજનો પર જાણે આભ ફાટી પડે છે. હવે તે વિદ્યાર્થીના આત્મહત્યાના કેસ ખુબ વધી ગયા છે પેપર સારું ન જવું, રિઝલ્ટ સારું ન આવવું કે અન્ય કોઈ વાત હોય આત્મહત્યાનો રસ્તો પસંદ કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી હતી.

જામનગર જિલ્લાના ધ્રોલમાં નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. 11 જૂનના રોજ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. ધ્રોલના ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી પ્રજ્ઞા પરમાર નામની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે.અગમ્ય કારણોસર ચુંદડી વડે પંખા સાથે લટકીને આપઘાત કર્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

સંકુલમાં હાજર થયાના 24 કલાકમાં આત્મહત્યા કરી

પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે આપઘાત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી હતી.નર્સિંગ સ્કૂલમાં વેકેશન પૂરું થઈ ગયું હોવા છતાં પ્રજ્ઞા 10મી તારીખે સાંજે મોડી હાજર થઈ હતી અને સંકુલમાં હાજર થયાના 24 કલાકમાં જ તેણે આ અંતિમ પગલું ભર્યું હતુ.મૃતક વિદ્યાાર્થિની મૂળ રાધનપુર તાલુકાના કાકડખીલા ગામની વતની હોવાનું સામે આવ્યું છે.આ ઘટના અંગે સંસ્થા દ્વારા તાત્કાલિક તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

 

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us