Breaking News : સુરતની હોજીવાલા મિલમાં ફરી ભભૂકી આગ, 12 કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યા પછી ફરી ધુમાડા નીકળ્યા ! જુઓ Video

| Edited By: | Updated on: Nov 20, 2026 | 1:28 PM

સુરતના સચિન સ્થિત હોજીવાલા મિલની જીબી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં એક દિવસ પહેલાં 12 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે, આજે વહેલી સવારે ફરી ધુમાડા અને આગની ઘટના સામે આવતાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી છે.

સુરતના સચિન વિસ્તારમાં આવેલી હોજીવાલા મિલમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી. એક દિવસ પહેલાં આ જ જગ્યાએ આગ લાગી હતી. આગને ફાયર વિભાગે સતત 12 કલાકથી વધુની જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જોકે, આગ પર નિયંત્રણ મેળવ્યા બાદ ચાલી રહેલી કુલિંગની કામગીરી દરમિયાન ફરીથી કંપનીના નીચેના ભાગમાંથી ધુમાડા નીકળતા ચિંતા વધી હતી.

આગની ઘટનામાં કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન

હોજીવાલા એ ઝીરો નંબર પર આવેલી જીબી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગતાં આસપાસના કારીગરો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ફરીથી આગ પર કાબૂ મેળવ્યો.

હાલમાં ફાયર વિભાગ દ્વારા કંપનીમાં કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફરી આગ ન ભભૂકે તે માટે ફાયરની કેટલીક ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આગની અગાઉની ઘટનામાં કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે. જોકે, નુકસાનનો સત્તાવાર આંકડો હજુ સ્પષ્ટ થયો નથી.

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો! એક જ મહિનામાં ₹20,510 સસ્તું થયું સોનું, 10 દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા રેટ

Published on: Nov 20, 2026 01:26 PM
Follow Us
Loading...
Unable to load recommendations.