Breaking News : બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો, પરિણામ જાહેર કરવાની સૂચના અપાઈ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે.હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી.
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો જાહેર થયો છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCAના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર થયા છે. ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય હાઇકોર્ટે રદ કર્યો છે.હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે BCA (બરોડા ક્રિકેટ એસોસિએશન)ના પરિણામ જાહેર કરવામાં ચૂંટણી અધિકારીને સૂચના અપાઈ છે.
બરોડા ક્રિકેટ એસોસિએશનએ ભારતના ગુજરાત રાજ્યના વડોદરા શહેર અને બરોડા ક્રિકેટ ટીમની ક્રિકેટ પ્રવૃત્તિઓનું સંચાલક મંડળ છે. તે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ સાથે જોડાયેલ છે. નયન મોંગિયા, ઝહીર ખાન, વૈભવ પટેલ અને ઇરફાન પઠાણ જેવા ભૂતકાળની અને વર્તમાન ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ છે.