આજનું હવામાન : મેઘ તાંડવના એંધાણ ! ગુજરાતમાં 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા, જુઓ Video

આજનું હવામાન : મેઘ તાંડવના એંધાણ ! ગુજરાતમાં 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા, જુઓ Video

| Updated on: Aug 31, 2025 | 9:17 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 6 દિવસ ગુજરાતભરમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 6 દિવસ ગુજરાતભરમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. તો 3 અને 4 સપ્ટેમ્બરે અનેક વિસ્તારોમાં અતિભારેનું એલર્ટ જાહેર કરાયું છે.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના એંધાણ

આ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદના એંધાણ વ્યક્ત કર્યા છે. આ સાથે 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

તો 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે. દક્ષિણનો દરિયાકાંઠો તોફાની થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 31, 2025 07:35 AM