Gujarat Video : ફરી એકવાર ગુજરાતને ધમરોળશે મેઘરાજા!, રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી,

Gujarat Video : ફરી એકવાર ગુજરાતને ધમરોળશે મેઘરાજા!, રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી,

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 1:20 PM

રાજ્યમાં આગામી છ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain : રાજ્યમાં આગામી છ દિવસ ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો Ahmedabad: એર ઇન્ડિયાની ફ્લાઈટ બે કલાક મોડી પડતાં એરપોર્ટ પર મુસાફરોએ કર્યો હોબાળો, જુઓ Video

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે વરસાદ પડશે. તો 18 જુલાઇથી રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, નવસારી, સુરત, તાપીમાં ભારે વરસાદ રહેશે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. તો જામનગર, ગીરસોમનાથ, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 16, 2023 06:59 AM
g clip-path="url(#clip0_868_265)">