<strong>Bhavnagar:</strong> ભાવનગરમાં ફરી એક વાર વરસાદે<b> </b>ધમાકેદાર એન્ટ્રી મારી છે.ભાવનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. શહેરના શરાફ બજાર, કેબિન ચોક, ગાંધી બાગમાં વરસાદ ખાબક્યો છે. તેમજ વાસી તળાવ, કુબેરબાગ સહિતના વિસ્તારમાં મેઘ મહેર થઇ છે. શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ત્યારે કેટલાંક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા છે..વરસાદી માહોલના કારણે વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટી છે.આવા માહોલમાં વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે.શહેરથી લઇ તેના સીમાડા સુધી વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ઉકળાટથી રાહત મળી છે.