પ્રધાનમંત્રી મોદી આજથી પાંચ દેશોના મહત્વપૂર્ણ પ્રવાસ પર છે. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારત માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યુએઈની મુલાકાત દરમિયાન એલપીજી પુરવઠા અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર પર મહત્વપૂર્ણ કરારો થવાની અપેક્ષા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે એક અપીલ કરી છે. જે રાજ્યના હિત માટે સુપર હિટ છે તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતુ.
હર્ષ સંઘવીએ કહ્યું કે, 16 મેથી લોકો માટે 300 નવો બસનું લોકાર્પણ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનો ફિઝિકલ કાર્યક્રમ આ મામલે રાખવામાં આવ્યો નથી. તેમજ એ સુચના આપવામાં આવી છે કે, કોઈ વર્ચ્યુઅલ પ્રોગ્રામ પણ કરવામાં આવશે નહી. 10 વાગ્યાથી બસ લોકોની સેવા માટે ખુલ્લી મુકવામાં આવશે.આનાથી ઈંધણનો પણ બચાવ થશે અને સમયનો પણ બચાવ થશે. 126 પાઇલોટ કારના કોલમાં ઘટાડો થયો છે. 5000 કીલોમીટરનું ડીઝલ પેટ્રોલ બચ્યું છે.પીએમએ દેશહિત માટે મહત્વની અપીલ કરી છે. બને એટલી બેઠક વર્ચ્યુઅલ કરવા નિર્દેશ અપાયા છે, દૂરથી લોકોને ગાંધીનગર અવવાની ના પાડવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલનું મંત્રીઓ અધિકારીઓ પાલન કરતા જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ થઈ હતી.બેઠકમાં CM મર્યાદિત કાફલા સાથે પહોંચ્યા. તો નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને સાથી મંત્રીઓ એક જ કારમાં આવ્યા હતા.પ્રધાન પ્રવીણ માળી ઇલેક્ટ્રિક વ્હિકલ સાથે આવ્યા તો સજયસિંહ મહિડા, પ્રદ્યુમ્ન વાજા ઇલેક્ટ્રિક કાર સાથે પહોંચ્યા હતા.પી સી બરડાં પ્રાઇવેટ કાર સાથે પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે,PMની સૂચનાનો અમલ કરવામાં આવશે. આ સાથે રાજ્ય સરકાર ખર્ચ ઘટાડવા પણ મક્કમ છે.
Published On - 12:38 pm, Fri, 15 May 26