Breaking News : નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, 19 ઓક્ટોબરે પડી શકે વરસાદ

| Edited By: | Updated on: Oct 15, 2026 | 1:29 PM

ગુજરાતમાં નવરાત્રિના નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. હવામાન વિભાગે 19 ઓક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ટ્રફ સક્રિય થવાના કારણે વાતાવરણમાં ફેરફાર થતાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

ગુજરાતમાં નવરાત્રિના નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. હવામાન વિભાગે 19 ઓક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ટ્રફ સક્રિય થવાના કારણે વાતાવરણમાં ફેરફાર થતાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં માવઠાના એંધાણ છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. જોકે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ સૂકા હવામાન વચ્ચે વરસાદની આ આગાહીથી ખેડૂતોની ચિંતા વધી શકે છે.

મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે 13થી 14 ડિગ્રીનો તફાવત

રાજ્યમાં હાલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે 13થી 14 ડિગ્રીનો તફાવત નોંધાઈ રહ્યો છે. આ કારણે દિવસ દરમિયાન ગરમી અને રાત્રિના સમયે પ્રમાણમાં રાહત મળતાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ડીસામાં 40.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે અહીં લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી રહ્યું હતું. તાપમાનના આ તફાવત વચ્ચે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૂકા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા

હાલ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સૂકું હવામાન જોવા મળી રહ્યું છે, ત્યારે 19 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માવઠું થાય તો ખેતીના પાક પર તેની અસર પડી શકે છે. ખાસ કરીને પાકની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે હવામાનની આગાહી મહત્ત્વપૂર્ણ બની રહેશે. આગામી દિવસોમાં વાતાવરણમાં થતા ફેરફાર અને હવામાન વિભાગની નવી આગાહીઓ પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો- Ahmedabad Breaking News : નવરાત્રી દરમિયાન પોલીસનું સઘન ચેકિંગ, નશાખોરો અને રોમિયોગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહી ! જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.