Breaking News : ઉનાળાના આરંભ પૂર્વે ગુજરાતમાં માત્ર 74 ટકા જળસંગ્રહ, યોગ્ય વિતરણ નહીં થાય તો પાણીનો પ્રશ્ન ઉદ્ભવવાની શક્યતા

| Edited By: | Updated on: Feb 28, 2026 | 10:04 AM

ઉનાળાના આરંભ પહેલા રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં હાલ સરેરાશ 74 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ હોવાનું સત્તાવાર આંકડાઓ દર્શાવે છે. રાજ્યભરના જળાશયોમાં મળીને 6 લાખ 63 હજારથી વધુ એમસીએફટી (MCFT) પાણીનો જથ્થો સંગ્રહિત છે.

ઉનાળાના આરંભ પહેલા રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં હાલ સરેરાશ 74 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ હોવાનું સત્તાવાર આંકડાઓ દર્શાવે છે. રાજ્યભરના જળાશયોમાં મળીને 6 લાખ 63 હજારથી વધુ એમસીએફટી (MCFT) પાણીનો જથ્થો સંગ્રહિત છે, જે ગત વર્ષની સરખામણીએ આશરે 38 હજાર એમસીએફટી જેટલો વધુ છે. આ વધારાનો જથ્થો રાજ્ય માટે થોડી રાહત લાવનાર માનવામાં આવી રહ્યો છે.

પરંતુ વિસ્તારો પ્રમાણે સ્થિતિમાં અસમાનતા સ્પષ્ટ જોવા મળે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જળસંગ્રહ માત્ર 60 ટકા સુધી સીમિત રહ્યો છે, જે ઉનાળાની કડક ગરમીને ધ્યાનમાં લેતા ચિંતાજનક છે. બીજી તરફ, કચ્છ જિલ્લામાં પરિસ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં માત્ર 40 ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઓછા વરસાદ અને મર્યાદિત જળસ્રોતોના કારણે આ વિસ્તારોમાં ઉનાળામાં પાણીની માંગ વધી શકે છે.

રાજ્યના કુલ 207 જળાશયો પર આવનારો ઉનાળો નિર્ભર રહેશે. પીવાનું પાણી, કૃષિ અને ઔદ્યોગિક ઉપયોગ માટે આ જળાશયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નિષ્ણાતોના મતે, હાલ પૂરતો જળસંગ્રહ સંતોષકારક ગણાય તેમ છે, પરંતુ ઉનાળાની તીવ્રતા, વધતી વસ્તી અને પાણીની માંગને ધ્યાનમાં લેતા સંચાલન અત્યંત જરૂરી બની જાય છે.

જો પાણીનું યોગ્ય આયોજન અને સમતોલ વિતરણ નહીં કરવામાં આવે, તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં પાણીની તંગી ઊભી થવાની શક્યતા છે. પાણી બચત અંગે જનજાગૃતિ, લીકેજ નિયંત્રણ અને વૈકલ્પિક સ્ત્રોતોના ઉપયોગ પર ભાર મુકવો સમયની માંગ બની છે. સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા સમયસર આયોજન કરવામાં આવે તો ઉનાળામાં સંભવિત પાણી સંકટ ટાળી શકાય તેમ છે.

આ પણ વાંચો-ગુજરાતમાં દારૂબંધી પર ‘મહાભારત’! વિધાનસભામાં મંત્રી મોઢવાડિયા અને શૈલેષ પરમાર વચ્ચે બરોબરની જામી – જુઓ Video