Breaking News : ગુજરાત ST નિગમે, ભાડામાં 10 ટકાનો કર્યો વધારો, આજે મધ્યરાત્રીથી અમલ

| Edited By: | Updated on: Mar 28, 2025 | 8:16 PM

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST) એ પોતાના મુસાફરો માટે 10 % ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવો ભાવ આજે 28 માર્ચ 2025ની મધ્યરાત્રીથી એટલે કે 29મી માર્ચ 2025ની રોજથી અમલમાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST) એ પોતાના મુસાફરો માટે 10 % ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવો ભાવ આજે 28 માર્ચ 2025ની મધ્યરાત્રીથી એટલે કે 29મી માર્ચ 2025ની રોજથી અમલમાં આવશે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યાનુંસાર, દરરોજ આશરે 27 લાખ મુસાફરો ST બસમાં મુસાફરી કરે છે, જેના માટે આ ભાવ વધારો ખાસ મહત્વ ધરાવે છે.

ગત વર્ષે, 1 એપ્રિલ 2023ના રોજ ST દ્વારા ભાડામાં 25 % નો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા, અગાઉનો ભાડા વધારો અમલમાં આવ્યા બાદ, આજે જાહેર કરાયેલ ભાડા વધારો, મુસાફરો માટે વધુ એક આર્થિક પડકાર સાબિત થઈ શકે છે. ખાસ કરીને રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને આ ભાડા વધારો નડશે.

 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો