Breaking News: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ નોંધાયો

| Edited By: | Updated on: Jun 02, 2026 | 9:19 AM

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 1 જુનથી ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદ વરસવાનું શરુ કર્યુ છે. આગાહી પ્રમાણે લગભગ 150 જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે ઘણા જિલ્લાઓમાં નુકસાન થયુ છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જ્યારે 18 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી.

ધંધુકામાં 3.74 ઈંચ નોંધાયો

રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 3.74 ઈંચ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સુરત જિલ્લાના ઉમરપાડામાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે સ્થાનિક નદીઓ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી.

ખેડા જિલ્લામાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો

આ ઉપરાંત ખેડા જિલ્લામાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે માતર અને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં 1.57 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના અન્ય અનેક તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાતા ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે.

વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી

કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવા માટે અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News : અમદાવાદમાં વાતાવરણમાં પલટાને લઈને ફ્લાઈટો ડાઈવર્ટ કરાઈ

Follow Us