Breaking News : ગુજરાતમાં દારુની રેલમછેલ! SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર

| Edited By: | Updated on: Feb 27, 2026 | 2:27 PM

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂની હેરાફેરીનો મોટો જાળ તૂટ્યો હોવાની વિગતો સામે આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની કાર્યવાહી દરમિયાન છેલ્લા એક વર્ષમાં અંદાજે ₹63 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે. ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાઓ બુટલેગરો માટે હોટસ્પોટ બની ગયા હોવાના તારણો સામે આવ્યા છે.

સુરેન્દ્રનગર અને કચ્છમાં સૌથી વધુ પકડાયો દારુ

વર્ષ 2025 દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 14 કેસ નોંધાયા હતા, જેમાં ₹12.36 કરોડના દારૂ સહિત કુલ ₹15.51 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બીજી તરફ કચ્છ જિલ્લામાં 8 કેસ સામે આવ્યા હતા, જેમાં ₹7.50 કરોડના દારૂ સહિત કુલ ₹8.60 કરોડનો મુદ્દામાલ ઝડપાયો હતો. ચાલુ વર્ષના દોઢ મહિનામાં જ કચ્છમાં સૌથી વધુ દારૂની હેરાફેરી ઝડપાઈ છે. માત્ર ત્રણ કેસમાં જ ₹7 કરોડથી વધુનો દારૂ જપ્ત કરાયો છે.

દારૂ ભરેલી ગાડીઓ પંજાબ અને હરિયાણાથી આવતી હોવાનો ખુલાસો

SMCની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કચ્છ અને સુરેન્દ્રનગરમાંથી ઝડપાયેલો મોટો જથ્થો મોટા કન્ટેનરો મારફતે રાજ્યમાં લાવવામાં આવતો હતો. દારૂ ભરેલી ગાડીઓ પંજાબ અને હરિયાણાથી આવતી હોવાનું સામે આવ્યું છે. તપાસ મુજબ આ ગાડીઓ સોનગઢ બોર્ડર મારફતે ગુજરાતમાં પ્રવેશતી અને ત્યારબાદ કચ્છ તથા સુરેન્દ્રનગર તરફ જતી હતી.

આટલી વિશાળ માત્રામાં દારૂ રાજ્યમાં પ્રવેશી શક્યો તે બાબતે સ્થાનિક પોલીસની સંભવિત મિલીભગત અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ SMC દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને દારૂ સપ્લાય ચેઇન સાથે જોડાયેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Breaking News: ગુજરાતના વિવિધ શહેરની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી