Breaking News : ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી, 8થી 10 લાખ નવા શ્રમિકોને મળશે લાભ ! જુઓ Video
ગુજરાતના શ્રમિકો માટે સામાજિક સુરક્ષા અને આરોગ્ય સુવિધા સાથે જોડાયેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે. 1 ઓક્ટોબરથી રાજ્યના વધુ 16 જિલ્લાઓમાં કર્મચારી રાજ્ય વીમા યોજના (ESIC) અમલી બનાવવામાં આવશે.
ગુજરાતના શ્રમિકો માટે સામાજિક સુરક્ષા અને આરોગ્ય સુવિધા સાથે જોડાયેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે. 1 ઓક્ટોબરથી રાજ્યના વધુ 16 જિલ્લાઓમાં કર્મચારી રાજ્ય વીમા યોજના (ESIC) અમલી બનાવવામાં આવશે. આ નિર્ણયથી લાખો શ્રમિકો અને તેમના પરિવારોને આરોગ્ય સેવાઓ તથા સામાજિક સુરક્ષાનો લાભ મળવાની અપેક્ષા છે.
નવી વ્યવસ્થાના અમલ બાદ રાજ્યના અમરેલી, બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ સહિતના જિલ્લાઓમાં ESICનો વ્યાપ વધશે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ભુજ, નવસારી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓને પણ યોજનામાં આવરી લેવામાં આવશે. આ વિસ્તરણ સાથે રાજ્યમાં કુલ 31 જિલ્લાઓમાં ESICનું કવરેજ ઉપલબ્ધ થશે.
8થી 10 લાખ નવા શ્રમિકોને ESIC હેઠળ આવરી લેવામાં આવશે
આ યોજનાના વિસ્તરણથી અંદાજે 8થી 10 લાખ નવા શ્રમિકોને ESIC હેઠળ આવરી લેવામાં આવશે. હાલમાં ગુજરાતમાં આશરે 21 લાખ શ્રમિકો ESIC માં નોંધાયેલા હોવાનું જણાવાયું છે. નવા વિસ્તારો અને શ્રમિકોના સમાવેશ બાદ ESICના કુલ લાભાર્થીઓની સંખ્યા વધીને આશરે 1.20 કરોડ થવાની અપેક્ષા છે.
આરોગ્ય સેવાઓ માટે 103 કેન્દ્રો કાર્યરત રહેશે
ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારજનોને નિયમો મુજબ સારવાર, આરોગ્ય સેવાઓ અને અન્ય સામાજિક સુરક્ષા સંબંધિત લાભો મળી શકે છે. રાજ્યમાં સરકાર હસ્તકની હોસ્પિટલોમાં પણ આરોગ્ય સેવાઓ માટે 103 કેન્દ્રો કાર્યરત રહેશે.
શ્રમિક પરિવારોને લાભ મળવાની શક્યતા છે
આ નિર્ણયથી ખાસ કરીને એવા શ્રમિક પરિવારોને લાભ મળવાની શક્યતા છે, જેઓ અત્યાર સુધી ESICના કવરેજથી બહાર હતા. રાજ્યમાં યોજનાનો વ્યાપ વધવાથી શ્રમિકોને નજીકના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ મેળવવામાં સરળતા રહે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો, Breaking News : બનાવી લેજો ફરવાનો પ્લાન, સાસણ ગીરમાં આ વખતે 13 દિવસ વહેલા સિંહ દર્શન થશે, જુઓ Video