Breaking News: ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂપિયા 120નો વધારો, જુઓ Video
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને સિંગતેલના ભાવમાં નોંધપાત્ર વધારો થતા ઘરગથ્થુ બજેટ પર સીધી અસર પડી છે. સિંગતેલના 15 કિલોના એક ડબ્બાના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ.120નો વધારો નોંધાયો છે. જેના કારણે હાલ તેનો ભાવ રૂ.2,725 સુધી પહોંચ્યો છે.
તહેવારોના સમયે જ ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને સિંગતેલના ભાવમાં નોંધપાત્ર વધારો થતા ઘરગથ્થુ બજેટ પર સીધી અસર પડી છે. સિંગતેલના 15 કિલોના એક ડબ્બાના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ.120નો વધારો નોંધાયો છે. જેના કારણે હાલ તેનો ભાવ રૂ.2,725 સુધી પહોંચ્યો છે.
ચોંકાવનારી બાબત એ છે કે મગફળીનું આ વર્ષે મોટા પાયે ઉત્પાદન થયું છે અને ખેડૂતોને મબલખ આવક પણ મળી છે. છતાં પણ બજારમાં સિંગતેલના ભાવ ઘટવાને બદલે સતત વધતા જઈ રહ્યા છે. વેપારીઓ અને બજારના જાણકારોમાં ચર્ચા છે કે સટોડિયાઓ અને મોટા સ્ટોકિસ્ટ્સ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરીના કારણે ભાવ ઉચકાયા છે.
તેલ મોંઘું થતાં મધ્યમ વર્ગ પર માર
ખાદ્યતેલના ભાવમાં આવેલા આ વધારાથી સામાન્ય ગ્રાહકોની ચિંતા વધી છે. ઘરેલુ રસોઈમાં વપરાતું મુખ્ય તેલ મોંઘું થતાં મધ્યમ વર્ગ પર વધારાનો આર્થિક ભાર પડી રહ્યો છે. બજાર નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પણ ખાદ્યતેલના ભાવમાં વધુ તેજી આવવાની શક્યતા નકારી શકાય નહીં.
સરકાર દ્વારા જો સમયસર બજારમાં હસ્તક્ષેપ નહીં થાય અને સંગ્રહખોરી સામે કડક પગલાં નહીં લેવામાં આવે, તો ખાદ્યતેલની મોંઘવારી હજુ વધુ વધે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.