Breaking News : ગીર બન્યું દિવાળી વેકેશનનું હોટસ્પોટ, જંગલના રાજાને જોવા દેશભરમાંથી ઉમટી રહ્યા છે પ્રવાસીઓ

| Edited By: | Updated on: Nov 11, 2026 | 12:45 PM

એક તરફ દિવાળીની રજાઓ અને બીજી તરફ જંગલના રાજાનાં દર્શનનો રોમાંચ લોકોમાં વધ્યો છે. સાસણ ગીરમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે.દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવે છે.સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 4 માસ માટે જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. જોકે, ચોમાસાની સિઝનમાં સિંહોના મેટીંગ પિરીયડનો સમય હોય છે. ત્યારે આ પ્રાણીને કોઇ ખલેલ ન પડે તે માટે સિંહોનું વેકેશન રખાય છે. હાલમાં દિવાળીનું વેકેશન છે એટલે મોટી સંખ્યામાં લોકો સાસણ ગીરની મુલાકાત લઈ રહ્યા છે.

ગીર બન્યું દિવાળી વેકેશનનું હોટસ્પોટ

જૂનાગઢના સાસણ ગીરમાં દિવાળી વેકેશન દરમિયાન ગુજરાત સહિત દેશભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.  ગીર અભ્યારણ્યમાં ખુલ્લામાં વિહરતા સિંહો સહિત અન્ય વન્યજીવોને નિહાળીને પ્રવાસીઓ અભિભૂત થઈ રહ્યા છે. જંગલના રાજાને કુદરતી વાતાવરણમાં નિહાળવાનો રોમાંચ પ્રવાસીઓ માટે યાદગાર બની રહ્યો છે. સિંહોની એક ઝલક મેળવવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વિદેશ થી આવેલ પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ખૂબ નજીક થી સિંહ તેમજ તેનો પરિવાર જોવા મળ્યો છે સાથે સાસણ વન વિભાગ નો સ્ટાફ.જીપ્સી ડ્રાઈવર ખૂબ સારી રીતે સફારી કરાવી છે.અહીં ઓન લાઇન બુકિંગ થી લઈ તમામ સુવિધા સારી રીતે પૂરી પાડવામાં આવી છે.

જંગલના રાજાને જોવા પ્રવાસીઓની પડાપડી

બીજી તરફ, પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા લોકલ ગાઈડ અને ડ્રાઈવર સહિતની જરૂરી વ્યવસ્થાઓ પણ કરાઈ છે.જેથી પ્રવાસીઓને સિંહ દર્શનનો અનુભવ સુખદ અને યાદગાર બની રહે.દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો દેવળિયા સફારી પાર્ક ખાતે ફરવા આવ્યા છે અને સિંહ દર્શન કરવા આવી રહ્યા છે.ત્યારે પ્રવાસીઓ સાસણના સ્ટાફ અને બુકિંગની સિસ્ટમથી લઈને તમામ સુવિધાઓ મળતી હોવાની અને હેરાનગતિ ન થતી હોવાની વાત કરી રહ્યા છે.

તો વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ 23 નવેમ્બર સુધી બુકિંગ ફુલ છે અને હજુ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.તથા પ્રવાસીઓને કોઈ હાલાકી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

 

દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવે છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 4 મહિના માટે જંગલ સફારી બંધ રાખવામાં આવે છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.