Breaking News: ઢોંસા ખીરા કેસ મામલે બાળકીના મોતનું રહસ્યુ વધુ ઘેરુ બન્યુ, FSLનો રિપોર્ટ આવ્યા બાદ કેસ વધુ ગુંચવાયો

ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીના શંકાસ્પદ મોતના મામલે તપાસમાં નવો વળાંક આવ્યો છે. ઘટનાને લઇને પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટની રાહ જોઈ રહી હતી.

| Updated on: Apr 18, 2026 | 2:13 PM

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીના શંકાસ્પદ મોતના મામલે તપાસમાં નવો વળાંક આવ્યો છે. ઘટનાને લઇને પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટની રાહ જોઈ રહી હતી. જે આજે પોલીસે મેળવી લીધો છે, પરંતુ આ રિપોર્ટમાં મોત કે હત્યા અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

FSLના રિપોર્ટમાં થયો ખુલાસો કે નહીં ?

મળતી માહિતી મુજબ, FSL દ્વારા કરવામાં આવેલી તપાસમાં બાળકીના મોત પાછળનું ચોક્કસ કારણ નિર્ધારિત થઈ શક્યું નથી. જેના કારણે કેસ વધુ ગૂંચવાયો છે અને પોલીસ માટે પડકાર ઉભો થયો છે. છેલ્લા ઘણા સમયથી કેસની તપાસ કરી રહેલ પોલીસને FSLના રિપોર્ટમાં પણ કઈ જ સ્પષ્ટતા મળી નથી.

હવે લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવામાં આવશે

આ પરિસ્થિતિમાં હવે પોલીસે આગળની તપાસ માટે લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. સંદિગ્ધ વ્યક્તિઓના નિવેદનોની સત્યતા તપાસવા માટે આ ટેસ્ટ કરવામાં આવશે, જેથી ઘટનાનો સત્ય બહાર આવી શકે.

FSLના રિપોર્ટમાં કઈ જ સ્પષ્ટતા ન થતા મોતનું કારણ અકબંધ

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને લોકોમાં ભય તથા ચિંતા ફેલાઈ છે. હવે સૌની નજર પોલીસ તપાસ અને આવનારા રિપોર્ટ પર ટકેલી છે, જે આ રહસ્યમય કેસમાં મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે. આ સમગ્ર ઘટનાને લઈને બાળકીના માતા પિતાની પણ અનેકવાર પોલીસે પુછતાછ કરી છે તેમજ બાળકીના એ પણ મીડિયામાં આવીને કહ્યું હતુ કે તેમના અને તેમના પરિવાર પર ખોટા આરોપો ના લગાવવામાં આવે અને બન્ને બાળકીને નથી મારી.

હવે બાળકીઓના મોતનું કારણ FSLના રિપોર્ટમાં કઈ જ સ્પષ્ટતા ન થતા અકબંધ છે ત્યારે હવે શું લાઈ ડિટેક્શન મશીનથી કારણ સામે આવશે કે નહીં કે પછી તેમાં પણ FSLના રિપોર્ટની જેમ કઈ સ્પષ્ટતા નહીં થઈ શકે હવે તેના પર દરેક લોકોની નજર છે.

Breaking News: સુરતમાં ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન હોવા છતા એફિડેવિટમાં ઉલ્લેખ નહીં, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us