Breaking News : બનાસકાંઠાના પાલનપુરમાં આસ્થાના નામે મોટી છેતરપિંડી, આરોપીઓ પૈસા લઈ ફરાર થયા, જુઓ Video
બનાસકાંઠાના પાલનપુરમાં આસ્થાના નામે મોટી છેતરપિંડી સામે આવી છે.હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત કરાઈ છે.150 કરતાં વધુ લોકો પાસેથી 5000 રૂપિયા ઉઘરાવાયા હતા.એજન્ટોને નોકરીની લાલચ આપી ફસાવ્યા હોવાનો દાવો છે.
આપણે અવાર -નવાર એવા કિસ્સા સાંભળતા હોય કે,નોકરીની લાલાચ આપી છેતરપિંડી કરવામાં આવી છે કે પછી વસ્તુઓની ખરીદી કરવા માટે છેતરપિંડી કરવામાં આવી છે. પરંતુ હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, તે સાંભળી તમે પણ કહેશો, આ તો આસ્થા સાથે છેતરપિંડી કરી છે. જ્યારે કોઈ પ્રવાસમાં જવાનું આયોજન કરે છે અને ત્યારે તેની સાથે છેતરપિંડી થાય તો પ્રવાસનો બધો ઉત્સાહ નિષ્ફળ સાબિત થાય છે. બનાસકાંઠાના પાલનપુરમાં આસ્થાના નામે મોટી છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. હરિદ્વાર દર્શન કરાવવાના બહાને 150 કરતાં વધુ લોકો પાસેથી ઉચાપત કરવાની ઘટના સામે આવી છે.
પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવી
જે યાત્રિકો હરિદ્વાર જવાનું સપનું જોઈ રહ્યા હતા. તેની સાથે પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવી છે.યાત્રા માટે વ્યક્તિ દીઠ 5000 રૂપિયા ઉઘરાવાયા હતા. બસ ઉપડવાાના સમયે યાત્રાની કોઈ વ્યવસ્થા ન થતા લોકોમાં રોષ ફેલાયો છે.ભોગ બનેલા લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ઠગ સામે કાર્યવાહીની માંગ કરી છે.સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરતાં ટિકિટ વેચનાર બે એજન્ટોની અટકાયત કરી છે.
યાત્રિકોનું સપનું સપનું જ રહ્યું
હાલ પાલનપુર પોલીસે સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. તેમજ પાલનપુર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ બે એજન્ટની અટકાયત કરવામાં આવી છે.આસ્થાના નામે ચાલતા આ ઠગાઈના રેકેટમાં હજુ અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ બની છે.એજન્ટના પિતાનું કહેવું છે કે તેમના દિકરાને નોકરીની લાલચે ફસાવવામાં આવ્યો છે અને મુખ્ય આરોપીઓ તમામ લોકોના પૈસા લઈને ફરાર થઈ ગયા છે. ત્યારે સમગ્ર મામલે આસ્થાના નામે ઠગાઈ કરતાં આરોપીઓને શોધવા પોલીસે તપાસ તેજ કરી છે.