Breaking News : ભાજપના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા, જૂઓ Video

| Edited By: | Updated on: Jul 12, 2023 | 3:49 PM

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપના સિનિયર મંત્રી છે. તેમને આજે અચાનક છાતીમા દુખાવો થવાની ફરિયાદ હતી. તેમને ગભરામણ પણ થઇ રહી હતી. જે પછી ભૂપેન્દ્ર ચુડાસમાને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Ahmedabad : ભાજપના (BJP) પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની (Bhupendrasinh Chudasama) તબિયત અચાનક લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. તબીયત ખરાબ થતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હાલ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ લવાયા હતા. જે પછી તેમની સારવાર શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો-Gujarat Video : મોદી સરનેમ મામલે ધારાસભ્ય પૂર્ણેશ મોદીની સુપ્રીમ કોર્ટમાં કેવિએટ, ફક્ત એક પક્ષને સાંભળીને SC ચુકાદો ન આપે: પૂર્ણેશ મોદી

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપના સિનિયર મંત્રી છે. તેમને આજે અચાનક છાતીમા દુખાવો થવાની ફરિયાદ હતી. તેમને ગભરામણ પણ થઇ રહી હતી. જે પછી ભૂપેન્દ્ર ચુડાસમાને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર ચુડાસમાને હોસ્પિટલ લાવ્યા બાદ તેમના બેઝિક બ્લડ રિપોર્ટ અને ઇકો રિપોર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ રિપોર્ટ આવ્યા પછી તેમના સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી જાણી શકાશે અને તે પ્રમાણે આગળની આગળની સારવાર હાથ ધરી શકાશે.

મળતી માહિતી પ્રમાણે હાલ યુએન મહેતા હોસ્પિટલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સારવાર માટે સિનિયર તબીબો હાજર છે. તેમજ તેમની સારવાર માટે ખૂબ જ કાળજી રાખવામાં આવી રહી છે. તેમજ મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત હાલ સુધારા પર છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો